________________
૧૫૪
તેમના મુખ્ય સિદ્ધાંતોથી સ્પષ્ટ થાય છે કે આર્યાભિમાન એજ બીજ
ઉપર આસ્તા એજ શક્તિ, અને એ બંનેથી લેકેનું એકેય કરીને પૂર્વના આર્યોની મહાલક્ષ્મી પ્રાપ્ત કરવી એજ શ્રેષ્ઠત્વ–આ મહર્ષિ દયાનંદનો મુદ્રાલેખ હતો.
તેમણે હવે હિંદુસ્તાનના દરેક ભાગમાં ફરી જોરશોરથી ધર્મપ્રચાર કરવા માંડયો. દરેક મતપંથવાળાઓ સાથે વાદવિવાદ ચલાવી તેમની પિલે ઉઘાડી પાડી વેદનેજ શ્રેષ્ઠ સિદ્ધ કરવા લાગ્યા. તા. ૧–૩–૧૮૭૫ ના રોજ મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી સત્યાર્થ પ્રકાશ અને વેદનું ભાષ્ય લખવાનું શરૂ કર્યું અને તે સાથે પુના, સંયુક્ત પ્રાતા અને પંજાબ વિગેરે હિંદના દરેક ભાગમાં જઈ ભાષણે કરી આર્યસમાજની સ્થાપના કરવા લાગ્યા. સને ૧૮૭૭ માં ચાંદાપુરમાં સર્વ ધર્મ પંથવાળાઓની સભામાં વાદવિવાદ ચલાવી દરેકના સડા ઉઘાડા પાડયાં.
માં ન્યુયોર્કની થીઓસોફીકલ સોસાઈટી સાથે પત્ર વ્યવહાર થયો અને તેના અગ્રેસરેએ સહરાનપુર આવી તેમની મુલાકાત લઈ સાથે રહી કામ શરૂ કર્યું, પરંતુ મતભેદ થતાં તેઓ છુટા પડી ગયા. ત્યાંથી રાજપુતાનામાં જઈ રાજાઓને ઉપદેશ કરી દરબારમાં થતા વિગ્યાના નાચ બંધ કરાવ્યા. છેવટે જોધપુરાધિશના આમંત્રણથી ત્યાં ગયા અને ચાર માસ સુધી વિવિધ વિષયો ઉપર વ્યાખ્યાન આપ્યાં. જેમનું મૂર્તિપુજાને લીધે ગુજરાન ચાલતું હતું, તેઓ તે સ્વામિના વિરૂદ્ધી થઈ ગયેલાજ હતા અને તે લોકોમાંથી કેટલાકે તો તેમને મારી નાંખવા તથા ફસાવવા પ્રયત્ન કર્યા હતા. પરંતુ ઈશ્વર કૃપાથી સઘળે ઠેકાણે તેઓ બચી ગયા હતા. સ્વામિના વાક્ય પ્રહારની અસરથી જોધપુરાધિશે નત્રીજાન નામની વેશ્યાને કાઢી મૂકી, તેથી પિતાના પેટ ઉપર પાટુ મારનાર સંન્યાસીને વિનાશ કરવાની દુષ્ટબુદ્ધિ તેને સુઝી; તેમાં વળી મૂર્તિપુજકે વિરોધીઓની સહાયતા મળી એટલે પુછવું જ શું ? તેણે સ્વામિના રાઈઆને લાલચ આપી દુધમાં સાકરને બદલે કાચની બારિક ભૂકી નંખાવી તેમને પીવરાવ્યું. મહર્ષિને પાછળથી ખબર પડી, જેથી આબુ જઈ દવા કરાવી, પરંતુ કાંઈ ફાયદા થયે નહિ, અને અજમેર ગયા ત્યાં જ સંવત ૧૯૩૯ ના દીવાળીના શુભ દિવસે આર્યોન્નતિ ઈચ્છનાર–તે માટે ભગિરથ પ્રયત્ન કરનાર
આર્યાવૃત્તને ભાનુ અસ્ત થયા. આ પ્રમાણે દેશના દરેક ભાગમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com