________________
૧૫ર
જ્ઞાન મેળવવાની અભિલાષાથી મુસાફરી કરવા માંડી. રસ્તામાં વિવિધ મતાનુયાયી અનેક સાધુ સંન્યાસી મળ્યા, પરંતુ તેમના મનનું કે સમાધાન કરી શક્યા નહિ. ફરતા ફરતા તેઓ મથુરાં આવ્યા અને વિરજાનંદ સ્વામિ પાસે સાત વર્ષ રહી વેદ, ભાષ્ય, ન્યાય, નિરૂક્ત, ષટદર્શન અને ઉપનિષદોનો અભ્યાસ તથા વિવિધ મતપંથના ગ્રંથોનું અવલોકન કરી સારી કુશળતા મેળવી. મુસાફરીના સમયમાં વિવિધ મતાનુયાયી લોકે, આચાર્યો, ઉપદેશકો અને સાધુ સંન્યાસીઓની મુલાકાત થયેલી હતી તેથી મૂર્તિપુજા અને તેના અગે ચાલતી અનિતિ, અનાચાર, દંભ અને લુચ્ચાઈ તથા જનસમાજમાં ઘર ઘાલી બેઠેલા જાતિભેદ, બાળલગ્ન, પ્રવાસ પંચાત વિગેરે હાનીકારક રિવાજો તથા અને નહદ અંધશ્રદ્ધા તેમના જોવામાં આવ્યાં હતાં. આ બાબત સ્વામિ વિરજાનંદ સાથે પ્રશ્નોતર થતાં સમજાયું કે વેદધર્મના પ્રચાર થાય નહિ ત્યાં સુધી આર્યોની અવતિ અને અધોગતિ અટકશે નહિ. તૈથી તેમની આજ્ઞાથી વેદધર્મનો પ્રચાર કરવા મેદાને પડ્યા. અને તા. ૧૭–૧૧-૧૮૬૯ ના રોજ કાશીમાં રાજા જયકૃષ્ણના પ્રમુખપણ નીચે ૮૦૦-૯૦૦ પંડિતની સભામાં વાદવિવાદ ચલાવી મૂર્તિપુજા વેદ વિરુદ્ધ છે એમ સિદ્ધ કરી વેદધર્મને પાયો નાંખે. અને ચાપુ નિ - ચર વિઃિ ધર્મઃ એ વૈશેષિક દર્શનમાં જણાવેલ ધર્મ સ્વરૂપને લક્ષમાં રાખી વેદ વિરૂદ્ધ કેવાયલા અનિષ્ટ રિવાજો અને મત મતાંતર રૂપિ હજાળ તોડી આર્યોન્નતિ કરવા માટે સર્વને વેદધર્મના છત્ર નીચે લાવવા કમ્મર બાંધી નીચે પ્રમાણે ઉપદેશ આપવા માંડ્યો.
પરમાત્મા નિરાકાર અને સર્વ વ્યાપક છે, તે અવતાર લેતો નથી. મૂર્તિપુંજા ખાટી છે. જીવ અને ઈશ્વર જુદા છે. બાળલગ્ન કરવાં એ પાપ છે. બ્રહ્મચર્ય પાળવું એજ ઉન્નતિનું મૂળ છે. યજ્ઞાદિ ઈષ્ટ છે. પુનર્જન્મ છે. ગુણ કર્મ પ્રમાણે વર્ણવવ્યવસ્થા ગણવી જોઈએ. મોક્ષ માટે વેદકાળ પ્રમાણે કર્મ, જ્ઞાન અને ભકિત થવી જોઈએ. વણશ્રમ પ્રમાણે વર્તણુંક રાખવી અને નિત્યકર્મ તથા સોળ સંસ્કાર દ્વિજ માટે કરવા જોઈએ. પુનર્વિવાહ ઈષ્ટ નથી, જેને મન કબજે ન રહે તેણે આપદુધર્મ સમજી નિયોગ કરવામાં હરકત નથી, પરંતુ એ રીત પણ પસંદ કરવા
૧વેદમાં નિયોગનું વિધાન છે. અને છેક પુરાણકાળની શરૂઆત સુધી એ રિવાજ પૃથ્વિના દરેક ભાગમાં અને દરેક વાતમાં પ્રચલિત હતો. (જુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com