________________
૧૫૧
*
વાત પબુ બહાર આવી છે ! હિંદુ પ્રજાને રૂઢિના પંઝામાંથી છોડાવી પિતાના જેવા કરવા માટે તેઓ ઉપદેશાદિથી પ્રયત્ન કરે છે. બીજાને ઉપદેશ આપવામાં શુરાપુરા છે ખરા, પરંતુ જયારે તેમના પગ નીચે રેલે આવે છે ત્યારે તેમાંના ઘણાખરા ધીમે રહીને રૂઢિને આધિન થઈ જઈ પોતાના શબ્દો ઉપર પોતે જ પાણી ફેરવતા હોવાથી તેમના ઉપદેશની અસર ઘણી થોડીજ થાય છે. આ સમાજમાંથી વળી ઈ. સ. ૧૯૧૪-૧૫ માં આર્યન બ્રધરહુડ નામને એક ફગો ફુટેલા છે, તેના અનુયાયી જાહેરમાં જમણ કરી ગમે તે જાતવાળા સાથે ખાવાપીવામાં માન માને છે !
આર્યસમાજ આ સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતિને જન્મ ઈ. સ. ૧૮૨૪ માં મોરબી રાજયના ટંકારા ગામમાં થયો હતો, તેમનું પૂર્વાશ્રમનું નામ મૂળશંકર અને તેમના પિતાજીનું નામ અંબાશંકર હતું, તેઓ સાતે આિદી બ્રાહ્મણ હતા. આઠમે વરસે તેમને જાઈ સંસ્કાર થયા બાદ સંસ્કૃતને અભ્યાસ શરૂ કર્યો હતો. એક વખતે તેમના ઘરમાં શિવરાત્રીને દિવસે પુજા કરી શિવલિંગ ઉપર અક્ષત ચઢાવેલા હતા, તે ઉપર ઉંદરોને દોડાદોડી કરતા જોઈ તેમની મૂર્તિ ઉપરથી આસ્થા ઉઠી ગઈ અને ધર્મના સત્ય સ્વરૂપની ઉત્કંઠાએ ૧૩ વરસની નાની ઉમ્મરે લાગ જોઈ ઘરમાંથી ગુપ ચુપ પલાયનમઃ કર્યું. રસ્તામાં મળતા સાધુ સંતોની સાથે સમાગમ કરતા કરતા સિદ્ધપુર આવ્યા, ત્યાં તેમના પિતા પણ તેને શોધતા શોધતા આવી મળ્યા, તેમણે ગુસ્સે થઈ તેનાં ભગવાં વચ્ચે ફાડી નાંખ્યાં અને તું ખડી વિગેરે કેકી દેઈ સખત ચોકી પહેરાની દેખરેખ નીચે તેને ઘર તરફ લઈ જવા લાગ્યા. પરંતુ રસ્તામાં લાગ મળતાં ફરી તેઓ છટકી ગયા. તેમના પિતાએ ઘણી શોધ કરી, પણ પત્તો ન લાગવાથી થાકીને તેઓ કમને દોષ દેતા ઘેર ગયા.
કાશીએ જઇ તેમણે બ્રહ્મચારી તરીકે રહી વેદાભ્યાસ શરૂ કર્યો કેટલાક સમય પછી ચોદેદમાં સંન્યાસીઓની સભા મળવાની વાત સાંભળી તેઓ ત્યાં આવ્યા અને જવાળાપુરી પાસે યોગ વિઘા શીખ્યા. પછી પૂર્ણાનંદ સ્વામિએ તેમને સંન્યાસ દીક્ષા આપી દયાનંદ સરસ્વતિ નામ પાડયું, આ વખતે તેમની ઉમર ૨૩ વર્ષની હતી. હવે વિશેષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com