Book Title: Bharatno Dharmik Itihas
Author(s): Manilal Lallubhai Pedhi
Publisher: Manilal Lallubhai Pedhi

View full book text
Previous | Next

Page 164
________________ ૧૫૯ દિવસે તેમની માતા સવર્ગવાસ થયાં હતાં. નાનપણથી જ તેમને વિવાનો રાગ એટલે સુધી હતા કે રાતના બાર વાગ્યા સુધી તે વાંચતા અને તેલ સારૂ અન્ન પણ વેચી નાંખતા. ૨૦ મે વરસે એમ. એ. થયા ત અને ચાર વર્ષ પછી પ્રોફેસર થયા. સને ૧૮૯૮ ના અંત પછી એક વરસ અરણ્યમાં એકાંત જીવન ગાળી તૃષ્ણાનો ત્યાગ કરી ૨૬ મે વર્ષે સન્યાસી થયા. ઇરાનના સુફી મતવાળાઓની સાહિત્ય પ્રસાદીનું તેમણે ઉડું અધ્યયન કર્યું હતું. હિંદી, ઉરદુ અને પંજાબી કવિઓના કામોની માધુર્યતા અને રસ પણ તેમણે શેડો પીધો નહોતો. અમેરિકાના સે રેની સાથે ૪૦ મિલ પગે દોડવાની સરત તેઓ સહેલાઈથી જીત્યા હતા. અને ગંગાતરી, જન્મતરી તથા બદ્રિનારાયણનાં હીમથી ઢંકાયેલાં ગિરિશ્ચંગ ઉપર માત્ર એક ધાબળી અને સાધારણ વય સાથે પ્રવાસ કર્યો હતો. તેઓ કહેતા કે અનુભવ સિદ્ધ ધર્મ હું માનું છું. ટાકીયા ઈમ્પીરીઅલ યુનિવરસિટીના સંસ્કૃત અને તત્વ જ્ઞાનના આચાર્ય શ્રીયુત ડો. ટાકા કયુસુએ લખ્યું છે કે સ્વામિ રામતિ જેવો પુરૂષ જીંદગીમાં મેં જોયો નથી. તેમણે અમેરિકા, જાપાન, ઈંગ્લાંડ વિગેરે સ્થળે ભાગો આપી હિંદુધર્મની બાબતમાં ત્યાંના લોકોને વ્યાખ્યાનદ્વારે બોધ આપે હતો. જેને પરિણામે કેટલાક લોકે ત્યાં તેમના શિષ્યો થયા હતા. અમેરિકામાંથી હિંદુસ્તાન પાછા આવતાં ઈજીની મસીદમાં મુસલમાને સમક્ષ ફારસીમાં તેમણે ભાષણ આપ્યું હતું. તેહરી ગઢવાળની પાસે એક દિવસે ગંગામાં સ્નાન કરતાં પગ લપસી જવાથી તેમને દેહાંત થર્યો હતો. એમણે આપેલા અનુભવી ઉપદેશની હકીકતનાં પુસ્તક છપાવાં છે અને તે ઘણા લોકો ઉમંગથી વાંચે છે. એમણે ખાસ કોઈ મન સ્થાપવાનો પ્રયાસ કર્યો નથી. તો પણ તેમના તરફ પૂજય બુદ્ધિ રાખનારાઓએ હરિદ્વારથી દોઢ મિલ ઉપર રામઆશ્રમ નામનું એક વાંચનાલય ખલેલું છે અને ત્યાં તીર્થ યાત્રા કરતાં આવી ચઢતા સાધુ સંન્યાસી વિગેરેને ભેજન આપવાને પ્રબંધ કરેલ છે. શ્રેયસાધક આધકારી વર્ગ ગુજરાતના નાગર બ્રાહ્મણ શ્રીમાન નરસિંહાચાર્યે વિ. સ. ૧૯૩૮ માં વડોદરામાં આ ધાર્મિક સંસ્થાની સ્થાપના કરી હતી, જેમાં વિદ્વાન વર્ગના માણસો પણ દાખલ થયેલા છે. આ પથવાળા મૂર્તિપુજા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174