________________
૧૪૮
એવી દઢ શ્રદ્ધા બંધાઈ! !પંથના આચાર્યોએ વય નિધનં ય
નો માવે એ ગીતા વાકયના સત્યાર્થીને બાજુએ મુકી તેનો ઉપયોગ પોતાના પંથની વાડો મજબુત કરવામાં કર્યો, અને હદે મુહ ઢાતા | હા ન આવાં સુત્રો બતાવી પોતે પરમાત્મા કરતાં પણ અધિક બળવત્તર છે, એવા એવા ઉપદેશોથી આર્યપ્રજાને અંધારી ઓઢાડી દીધી !!!
સ્વાર્થને વશ થઈ જઈ કરી જૂઠા ઉપદેશ;
ધર્મ, પુણ્યના નામથી, લૂટતા ભારત દેશ.” આવી સ્થિતિ થઈ ગઈ.
એકંદરે હિંદુ નામથી ઓળખાતી આર્યપ્રજામાં ધર્મના નામે કુસંપ, કલેશ, હાનિકારક રિવાજો, અનાચાર અને અંધ શ્રદ્ધાએ પુરાણકાળમાં એવાં તો ઉંડાં મૂળ નાંખી દીધાં કે જેથી તે દિનપ્રતિદિન અધિકાધિક અવન્નતિના કીચડમાં રગદોળાવા લાગી !! પરંતુ પરમકૃપાળુ પરમાત્માએ કૃપા કરી કાંઈક તેમના સામે જોયું, ના. બ્રિટિશ સરકારનું રાજ્ય થતાં ઠેકઠેકાણે સ્કુલ સ્થાપાઈ, અને તે મારફતે કેળવણીનો પ્રચાર થતાં જનસમાજમાં વિચાર બુદ્ધિ જાગૃત થવા લાગી છે માટે જ અમે આ કાળને વિચારમળ ગણ્યો છે.
પ્રહ્મોસમાજ આ સમાજના સ્થાપનાર રાજા રામમોહનરાયને જન્મ ઈ. સ. ૧૭૭૪ માં બંગાળના રાધાનગરમાં થયો હતો, તેમના પિતાનું નામ રામકંઠરાવ હતું. તેઓ મહેશ નામના મહેતાજી પાસે હિસાબી અને
સ્કુલમાં બંગાળી, આરબી અને ફારસી શીખ્યા હતા. આરબી અને ફારસી ભાષાના અધ્યયનથી મૂર્તિપુંજા ઉપર તેમને સદેહ થયો અને એકેશ્વર મત તરફ તેમનું લક્ષ ગયું. પછી પટણા અને કાશીમાં જઈ સંકત અભ્યાસ કર્યો તથા કુરાનની પણ માહિતી મેળવી. પુરાણો તેમને દંતકથા જેવાં લાગ્યાં તેથી તેમણે ૧૬ વર્ષની ઉમ્મરે ‘હિંદુ મૂર્તિપુજા નિષેધક' નામનો ગ્રંથ લખી જાહેર રીતે મૂર્તિપુંજાને ત્યાગ કર્યો. તેથી તેમને ન્યાત બહાર રહેવું પડયું, અને તેના બાપે પણ ગુસ્સે થઈ ઘરમાંથી રજા આપી ! પિતાની ઇતરાજી થવાથી હિંદુસ્થાનના જુદા જાદા ભાગમાં ફરવા માંડયું અને વિવિધ મતપથાનું અવલોકન કર્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com