________________
૧૪૭
લાગ્યા. કન્યાની અછત થવાથી ગરજ પટાવાળા તેની કિસ્મત આપવા લાગ્યા અને કેટલીક ન્યાતોમાં તો સાટાં તેખડોને વાણિયા શાહી રિવાજ શરૂ થયો. આથી યોગ્યાોગ્યની તપાસ કરવાનું રહ્યું નહિ અને અયોગ્ય ડાં જોડાવાથી ધર્મ જ્ઞાનના અભાવે અનાચાર વધવા લાગ્યો. વંશ પરંપરાના હકથી જ્ઞાતિના આગેવાને નીમાતા હોવાથી તેઓ પોતાની સત્તાને ગેર ઉપયોગ કરી, ગરીબ કે એકલવાયા માણસોને સતાવી, પાપ ભરેલી નીચ વૃત્તિઓને વશ થઈ, ન્યાય નિતિ અને પ્રમાણિકપણાને દુર મૂકી, પોતાને અને પોતાનાં સગાં સંબંધીઓને સ્વાર્થ સિદ્ધ કરવા લાગ્યા. શુભ અશુભ પ્રસંગે ન્યાતવરાને નામે દર વરસે લાખના ખર્ચ થવા લાગ્યા. પરદેશગમન બંધ થયું અને રોવા કુટવાનો રિવાજ થયો. આવી રીતે હિંદુ સંસારમાં અનેક હાનિકારક રિવાજો દાખલ થવાથી દારિદ, કુસં૫, કલેશ અને અંધશ્રદ્ધા વધી ગઈ. સત્યાસત્યને વિચાર કરવાની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ અને તેના પરિણામે દુરાચાર અને દુર્ગુણે વધી પડ્યા. કર્મ, જ્ઞાન અને ભકિતનું સત્ય સ્વરૂપ દબાઈ ગયું અને તેની જગ્યા જડ ભકિતએ લીધી. પિતપોતાના પંથના ધર્મ ગુરૂઓની કરાવેલી મૂર્તિઓને ભાગ શણગારાદિ માટે ધનાદિની સહાયતા આપવી, મંદિરો બંધાવી આપવાં, ગુરૂ વિગેરેને ધનાદિથી પ્રસન્ન રાખવા, વિવિધ તિર્થ સ્થળોમાં જઈ ત્યાંના પુરોહિતોને સંતોષવા, વ્રત અપવાસાદિ કરવાં, ઈશ્વરના ઠરાવેલા અવતારનાં વિવિધ નામ જાપ કરે, તથા સાધુ નામધારી શિક્ષકોને દાન આપવું, છાપાં તિલક વિગેરે કરવાં, એટલામાં જ ભકિતનો સમાવેશ થઈ ગયા અને એવી ભકિતથીજ પાપ નાશ પામી માસ મળે
૧ કન્યા વિક્રયના પૈસાથી આગેલું અન્ન વિષ્ટા તુલ્ય શાસ્ત્રોમાં ગણેલ છે. છતાં તે પસાથી ન્યાત જમણ થયું હોય તે ખુશીથી ચપાટે છે ! ! અફસેસ.
૨ ન આપી બાયડી લેવી અને પુત્રી આપી પરણવું એ પાંચ પૈસા જેના લીધા હોય તેને તેટલાજ આપી ખાતું સરભર કરવા જેવો વાણિયાવાહી વહેપાર નહિ તે બીજું શું છે ? લગ્ન જેવા પવિત્ર ધાર્મિક કાર્યમાં પણ વહેપારી પતિ ! ! ધન્ય છે, આવા રિવાજવાળી ન્યાતોને!!!
૩ જડ ભક્તિ એ બુદ્ધિ પણ જડ કરી દીધી જાય છે.
૪ ભારતમાં પ૬ લાખ સાધુ બાવાઓનું પિષણ થાય છે, તેમાં ભાગ્યેજ હજારે એકાદ સાધુપદને લાયક હશે ! મોટે ભાગ અભણ, અાન, ઢોંગી, નીશાખેર અને ગામમાં જ હોય છે તેમને આપેલા દાનનું ફળ પણ રામાં આળમ, દારિદ્રતા અને અનાચારની વૃદ્ધિ ! આનું નામ પુથ કે પાપ?! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com