________________
૧૪૫
રામ -જયપુરના રામચરણ નામના વાણિબે દાંતડા ગામમાં એક સાધુ પાસે દીક્ષા લઈ શાહપુરમાં જઈ આ પંથ સ્થાપ્યો હતો. તેમનામાં ઉંચ નીચનો ભેદ નથી. સાધુઓનું જુઠું ખાય છે. રામનામને મહામંત્ર અથવા સૂમ વેદ ગણે છે. રામરટણથી મુક્તિ માને છે. ગુરૂને પરમેશ્વરથી પણ મોટા માને છે અને તેમનું ધ્યાન ધરે છે તથા ચરણામૃત પીએ છે ! ગુરૂની ગેરહાજરીમાં તેમના નખ અગર દાઢીના વાળને દંડવત કરે છે, ત્રીઓ પતિ સેવામાં પાપ અને ગુરૂ સાધુની સેવામાં ધર્મ માને છે ! આ મત મેવાડ અને રાજપુતાનામાં પ્રચલિત છે.
રામદેવ–મારવાડના ખેડાપા ગામના રામદેવ નામે ? સ્થાપન કરેલો છે તેનાં તો રામસ્નેહી જેવાંજ છે અને મારવાડમાં પ્રચલિત છે.
નિરંજન–રાજપુતાનામાં પ્રચલિત છે. રામાનંદ સંપ્રદાયને મળતા છે.
સુવેદી–પાદરી અહિં સંસ્કૃત ભણું, વેદાદિને પણ જરા જરા જોઈ લઈ જનોઈ પહેરી બ્રાહ્મણે થઈ ફરતા અને નવા વદ તરીકે બાઈબલ સમજાવી પ્રકારાંતરે પોતાનો ધર્મ ફેલાવવા પ્રયત્ન કરતા હતા ! રૂદના પ્રથમ મંત્રના અતિ મ...ને વર્ણ વિપર્યાસ કરીને તેને ...ઇત્યાદિ સ્તોત્ર બતાવી ખાઈબલને પણ વેદ ઠરાવવા ચૂકયા નથી !! સં. ૧૬૦૬ માં મદ્રાસ ઇલાકામાં રોબર્ટ ડી. નોબીલી નામનો પ્રિતિ આવેલો તેણે એવું પ્રસિદ્ધ કર્યું હતું કે “ઇસર્વેદ નામને પાંચમે વેદ રોમમાં છે અને તે ઈશ્વર તરફથી મહારા ઉપર ઉતરેલો છે. આર્યાવ્રતના જે વેદ છે તેનાથી તે શ્રેષ્ઠ અને ઉત્તમ જ્ઞાન આપનાર છે વિગેરે યુક્તિથી હજારો હિંદુને તે વેદના અનુયાયી એટલે પ્રિસ્તિ કર્યા હતા. તેમનાં સંતાનો એ ઈલાકામાં હજુ પણ તે મતમાં છે. ક્રિશ્ચિયન પુરાણ નામનું એક પુરાણ પણ રચેલું દષ્ટિગોચર થાય છે !!!
આ સિવાય હહિતાર, સાધના પંથી, હરીશ્ચકી, રાયદાસી, વિગેરે સેંકડો પંથ ચાલતા જણાય છે. ભૂતપ્રેતના પુજનારા; શીતર, ચામુંડાદિ દેવીને પુજનારા, ચીથરીયા દેવને પુજનાર અને ગાડના કંઠાને કંઈ સિદર ચોપડી આવે તો તેને પણ દેવ માની પુજનારા મળી આવે છે. પાવી રીતે અનેકાનેક વિધિના પંથ દેવામાં આવે
છે, ત્યાં કેટલાનું વર્ણન કરવું અને જ્યાં કયાં તપાસ કરવી ?! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com