________________
૧૪૪
ચરણદાસ-આ પંથ સ્થાપન કરનાર ચરણદાસને જન્મ સં. ૧૭૦૩ માં અલવર પાસે દહેરા ગામમાં થયો હતો. બાળપણથી દિલીમાં રહેતો હતો એ ઉત્તમ ગયા હતા. આ પંથમાં કૃષ્ણ તથા રાધાને પુજય ગણવામાં આવે છે. મૂર્તિપુજા માને છે અને નામ સ્મરણાદિ ભજન કિર્તન ભક્તિથી મિક્ષ માને છે.
શતનામી-છતીસગઢ જીલ્લાના ચમારે આ પંથમાં છે. મૂર્તિને માને છે, અને નામ સ્મરણાદિ ભક્તિથી મુકિત માને છે.
ખંડેબા ઉપાસક–મહારાષ્ટ્રમાં પ્રચલિત છે જેજુરીના મંદિરમાં ખંડેબાની મૂતિ છે તેની સાથે આ પંથાનુયાયીઓ પોતાની છોકરીએને પરણાવે છે, જેને મોરલી કહે છે. આ મોરલીઓ પછી પોતાના મનમાં આવે તેની સાથે રહે છે.
દેવદાસી ઓઢીઆમાં પ્રચલિત છે. ખડબા ઉપાસકની પેઠે જ આ પંથાનુયાયીઓ દેવને છોકરીઓ પરણાવે છે, તેને દેવદ્યાસી કહે છે તે પણ પોતાના મનમાં આવે તેની સાથે રહે છે.
બીશનો પંથ-સંભાજી નામના વિષ્ણુ ભકત દિલીમાં સ્થાપ્યો હતો. આ પંથનુયાયીઓ શબને ખાળતા નથી પણ બેઠેલી હાલતમાં ખેતરમાં દાટે છે અને કેારા તથા હિંદુ શાસ્ત્રના વાક બેલી લગ્ન ક્રિયા કરે છે.
સમર્થ સંપ્રદાય મહારાષ્ટ્રમાં પ્રચલિત છે. શિવાજીના સમયમાં રામદાસ ઉરકે સમર્થ નામના સાધુ થઈ ગયા, તેમણે આ પંથ સ્થા
પ્યો હતો. શિવાજી પણ આ સંપ્રદાયમાં હતા. આ પંથનું મુખ્ય પુસ્તક દાસબોધ છે તે મુમુક્ષાને વિચારવા ગ્ય છે.
ચકાંકિત–આ મતનો મૂળ પુરૂષ કંજર જાતિને શઠકેપ નામે પુરૂષ હતો અને તે સુપડાં બનાવી પિતાનું ગુજરાન ચલાવતા હતા. બ્રાહ્મણે પાસે ધર્મ શિક્ષણ લેવા જતાં તેમણે તેને તિરસ્કાર કર્યો તેથી તેણે સ્વતંત્ર પંથની સ્થાપના કરી હતી. આ પંથવાળા શંખ, ચક્ર, ગદા અને પદ્મનાં ચિહેને અગ્નિમાં તપાવીને હાથ ઉપર છાપે લગાવે છે. લલાટમાં ત્રિશુળના આકારનું તિલક કરે છે. કમળકાકડીની માળા, પહેરે છે, અને ઈશ્વરના દાસ વાચક નામ રાખે છે. મુતિને માને છે અને ભજન કિર્તનાદિ નામસ્મરણથી મુકતી માને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com