________________
૧૪૩
એ મત છે. મૂતિ પુજા નથી, આત્મજ્ઞાનને મૂખ્ય માને છે અને પ્રાણાચમાદિ યોગ ક્રિયાઓ ઉપર ભાવ રાખે છે.
કુબેર ભકત-કુબેર નામના કોળી સાધુએ સારસામાં સ્થાપ્યો છે. મૂર્તિ પુજા કરે છે અને ભજન કિર્તનાદિથી મોક્ષ માને છે.
દાદુરામ ડાકોરમાં થોડા વરસ ઉપર દાદુરામ નામના ચકલાસીના સાધુએ સ્થાપ્યો છે. અને કોળી, કણબી, વાઘરી વિગેરેને બોધ કરી તેમને શિષ્યો કરી જઈ પહેરાવી છે. તેમના ઉપદેશથી આ લોકોએ જુઠું ન બોલવાના, મઘ માંસાદિથી દુર રહેવાના અને ચારી નહિ કરવાના કસમ લીધેલા છે. મૂર્તિ પુંજા માને છે. અને નામ સ્મરણાદિ ભકિતથીજ મેક્ષ માને છે.
કલિન આ ખ્રિસ્તિ ધર્મના પેટા પંથની સ્થાપના ઈ. સ. ૧૬૦૭ માં ગોવામાં થઈ હતી. તેઓ ખ્રિસ્તિ ધર્મના સિદ્ધાંતો માને છે.
કૃષ્ણરામને-કૃષ્ણરામ નામના એક બ્રાહ્મણે અમદાવાદમાં સં. ૧૮૫ માં મંદિર બંધાવી આ પંથ સ્થાપન કર્યો હતો. એ કૃષ્ણને ભકત હતો, પણ તેણે કૃષ્ણ લીલાનાં પદ રચ્યાં નથી. તેમજ એને બીજાઓની તેવી વિષયી કવિતા ગમતી નહતી. મૂર્તિપૂજા માને છે અને નામ સ્મરણાદિ ભજન કિર્તાનાદિ ભકિતથી મુક્તિ માને છે.
વિઠેબાને મહારાષ્ટ્રમાં પ્રચલિત છે અને પંઢરપુરમાં આવેલી વિશગુની મૂર્તિ-વિઠ્ઠલનાથજી-વિઠોબાને માને છે. શિવાજીના સમયમાં તુકારામ નામના કણબી ભકતે આ પંથની સ્થાપના કરી હતી, તેના અભંગ પ્રસિદ્ધ છે. અભંગેનું લખાણ માર્મિક, સાદુ-હૃદયભેદક, અને રસિક હોવાથી સાર્વજનિક ફેલાયું હતું. તેમાં જન્માનુસાર વર્ણવ્યવ
સ્થાનું ખંડન અને પરમાત્માનું વસ્તુતઃ પુજન ન કરવા માટે બ્રાહ્મણે તથા સર્વ લોકોને ચાબખા મારેલા હોવાથી બ્રાહ્મણેએ ગુસ્સે થઈ તેમનાં પુસ્તકને જળસમાધી કરાવી દીધી હતી ! પરંતુ એ અભંગ લોકેાના કઠા થઈ ગયેલા હોવાથી લખાઈને ત્યાંના ત્યાં આવ્યા. જે તુકારામ વેદ રાયને રાતા હોત તો ધર્મ સંબધી તેમના વિચારે આથી પણ વધુ વ્યાપક થતા અને તેમણે ભકિત પ્રધાન કરી છે તેને
બદલે સાનને ભકિતથી વિશેષ ઉરચાસન આપતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com