Book Title: Bharatno Dharmik Itihas
Author(s): Manilal Lallubhai Pedhi
Publisher: Manilal Lallubhai Pedhi

View full book text
Previous | Next

Page 147
________________ ૧૪૨ ભન્ન કિર્તન ગાય છે અને ભકિતથી જ મોક્ષ માને છે. મુખ્ય ધામ વંદ્વાવનમાં છે. સખીભાવ-એનાં તત્વ પણ રાધાવલ્લભ મતાનુસાર છે. મીરાંબાઈ આ પંથ મેવાડમાં ચાલે છે અને કૃષ્ણને બદલે ડાકોરના રણછોડજીની મૂર્તિની પુજા કરે છે. અને ભકિતથી જ મોક્ષ માને છે. જાનકીદાસ–આણંદ તાલુકા ઓડ ગામમાં તેની મુખ્ય ગાદી છે. રામ અને કૃષ્ણની મૂર્તિપુંજા અને નામ સ્મરણાદિ ભકિતથીજ મક્ષ માને છે. સંતરામ–સંતનામના સાધુએ સ્થાપેલો છે. મૂખ્ય ગાદી નડીયાદ, ઉમરેઠ અને વડોદરામાં છે. મૂર્તિને માનતા નથી. આત્મજ્ઞાન અને યોગ વિઘાને ઈષ્ટ માને છે. રામાયણને વિશેષ માનનિય ગણે છે. ખટદશની–મારવાડમાં પ્રચલિત છે. આ પંથમાં હિંદુ, મુસલમાન, જન, બ્રાહ્મણ અને ચારણ તથા સાધુ ફકીરે પણ છે. ભક્ષાવૃત્તિ ઉપર નિર્વાહ કરે છે અને પરસ્પરમાં કાંઈ પણ ભેદભાવ રાખવે નહિ એ તેમને સિદ્ધાંત છે. ખાકી–ચારે સંપ્રદાયના છે અને હિંદુઓના દરેક દેવને પુજે છે. ભીક્ષાથી ગુજરાન ચલાવે છે, શરીરે ખાક લગાવે છે, કમરે મુંજનું દેરડું અને માથામાં જટા અને વિભૂતિ ધારણ કરે છે. અનંત પંથી–રાયબરેલી અને સિતાપુર જીલ્લામાં પ્રચલિત છે. અનંત ભગવાનના ઉપાસક છે. ૧૭૦ માણસ આ પંથમાં છે. આપા પંથી–આ પંથ ખેડા જીલ્લાના મુંડવા ગામના મુનાદાસ નામના સોનીએ સં. ૧૮૩૦ માં સ્થાયે હતો. વિષ્ણુની મૂર્તિને પુજે છે. અને નામ સ્મરણાદિ ભકિતથી મોક્ષ માને છે, આઠ હજાર માણસો આ પંથમાં છે. આદિ વરહોપાસક–આ પંથના લેક હિંદમાં છુટા છવાયા વસે છે. તેમની વસ્તી ઘણું જુજ છે. તેઓ શરીર ઉપર વરાહનું ચિન્હ ધારણ કરે છે. આબાલાલ પંથ-સરહિંદ તરફ પ્રચલિત છે. વેદાંત તથા સુફી તરીકાને ભેળસેળ કરી અર્ધ હિંદુ અને અધ મુસલમાન જેવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174