________________
૧૪૦
કબીર ધારા અગમકી, સલૂરૂ દેઈ લખાય; ઉલટ તાહી સમરન કરો. સ્વામી સંગ મિલાય.” એ સાખીના આધારે આ મતની ઉત્પત્તિ થઈ હોય એમ જણાય છે. ધારા શબ્દને ઉલટાવતાં રાધા અને છે, તેને સ્વામી સાથે મેળવતાં રાધાસ્વામી થાય છે, તેનું સ્મરણ કરો. એવો અર્થ તેને છે. પરમાત્મા સર્વ શક્તિમાન, સર્વજ્ઞ આનંદમય અને ચૈતન્ય શક્તિપ્રભવ છે; એ ચિતન્ય શક્તિને પરમાત્મામાં નિરંતર વિકાશ થતો રહે છે તેનું અધ્યાત્મ નામ ધારા. આદિ ધારાનું ઉચ્ચારણ રાધા છે, અને તેના ઉદ્દગમ શબ્દનું ઉચ્ચારણ સ્વામિ છે, એટલા માટે રાધા સ્વામિ એ પરમાત્માનું નામ છે; શ્રી કૃષ્ણનું નહિ. એજ ધારા અધ્યાત્મ તત્વોનું મૂળ છે અને એ અદયાત્મ ધારાથી સર્વ સમસ્ત સૃષ્ટિની રચના થઈ છે. સૃષ્ટિના વિભાગ આ સંપ્રદાય વાળાએ ત્રણ પાડયા છે (૧) દયાળુ દેશ (૨) બ્રહ્માંડ અને (૩) પિણ્ડ અને તેનું વિવેચન તેમના સંપ્રદાયના ગ્રંથમાં ઘણું લંબાણથી કરેલું છે. જે યોગમાર્ગના મૂળતત્વને બિલકુલ મળતું છે. એ માગ મારફતેજ યોગ સાધનથી જીવ રાધાસ્વામિ ધામ (મોક્ષ) સુધી પહોંચે છે. સૃષ્ટિમાં અધર્મ અથવા દુષ્ટતા વધે ત્યારે પરમાત્મા તેના સંહાર માટે અવતાર લે છે એમ આ સંપ્રદાય વાળા પણ માને છે. મુકિત માટે ત્રણ સાધન આ સંપ્રદાય વાળા માને છે (૧) રાધાસ્વામિ નામનું સ્મરણ (૨) રાધાસ્વામિના રૂપનું ધ્યાન અને (૩) આત્મધારા શબ્દનું સાંભળવું. પહેલું સાધન પ્રસિદ્ધ છે. બીજા સાધનમાં સતસંગને મુખ્ય ગણ્યો છે. અને ગુરૂને સંત ગણ્યા છે. તેમના ઉપદેશને શ્રવણ કરો, ગુરૂને માળા પહેરાવી તેને વહેચી લેવી અને બીજી ચીજો તે પણ ગુરૂના પ્રસાદ મારફતે પવિત્ર કરી વહેચવી. ગુરૂનું જૂઠણ, ગુરૂનાં પહેરેલાં કપડાં, ગુરુના પગ ધોયેલું પાણી વિગેરે પદાર્થને પવિત્ર માની તેના ભકતો ઘણા આદરથી કામમાં લે છે. ગુરૂના ચરણમાં મસ્તક મૂકી પ્રણામ કરે છે. ત્રીજું સાધન ગુરૂના ને તરફ જવું અને ભકિતપૂર્વક આત્મ શકિત ઘાતક ભજન ગાવાં એ સર્વનું કામ ગણાય છે. આ સંપ્રદાયમાં દાખલ થતાની સાથે ગુરૂ આ ત્રણ સાધનનું રહસ્ય , તેમને સમજાવે છે, અને એ રહસ્ય બહારના માણસોને ન બતાવવું પણ ગુપ્ત રાખવાને ઉપદેશ આપે છે. આ સંપ્રદાયમાં જાતિભેદ નથી. વિનય, ક્ષમા, શાંતિ વિગેરે
ગુણેનું પાલન કરવું, માંસાહાર તથા નિશાની દરેક ચીને ત્યાગી દેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com