________________
૧૩૯
આ સંપ્રદાયના મંદિરોમાં સી પુરૂષને સ્પર્શ ન થાય એ બંદોબસ્ત રાખે છે, કઈ કઈ ઠેકાણે તો મંદિર જુદાં રાખેલાં છે. આચાર્ય પોતાને સ્નાન સુતક લાગે તેવી સ્ત્રીઓ સિવાય બીજી કેાઈ સ્ત્રીઓ સાથે ભાષણ કરતા નથી, તેમ તેમને ચર્ણ સ્પર્શ કરવા દેતા નથી; કદાપિ ભૂલેચૂકે અજાણુથી કેાઈ વખતે કઈ વીના વયને છેડે અડકી જાય તો તે દિવસે નકોયડ અપવાસ કરે છે. કોઈ પણ ચીને મંત્રપદેશ કરતા નથી, પણ્ આચાર્યની પત્નિ, પતિ આજ્ઞાથી સ્ત્રીઓને મંત્રોપદેશ કરે છે. આચાર્યની સ્ત્રીઓ પણ પોતાના સંબંધીઓ સિવાય બીજા પુરૂષો સાથે ભાવણુ કરતી નથી અને હે પણ બતાવતી નથી.
આ પંથવાળા પિતાના પંથવાળાને સત્સંગી અને અન્ય પંથ વાળાને કુસંગી કહે છે તથા સહજાનંદને કૃષ્ણને અવતાર માને છે !
આ પંથવાળાઓએ પુષ્ટિ પંથવાળાની પેઠે જ મૂર્તિપૂજા વિગેરેની વ્યવસ્થા રાખી છે. ભક્તિથી મોક્ષ માને છે અને ભક્તિ પણ પુષ્ટિ માર્ગના જેવીજ જણાવે છે. પરંતુ રાસલીલા વિગેરે શૃંગારિક ભાવનાઓ તેમનામાં નથી.
આ સંપ્રદાયમાં દરેક જાતના લોકો છે. આશરે અઢી લાખ માણસે તેમના અનુયાયી છે. તેમની મુખ્ય ગાદી ગઢડા, અમદાવાદ અને વડતાલમાં છે. એ સિવાય ભૂજ, નડીઆદ, ઉમરેઠ, વિરમગામ, સુરત, ભરૂચ, મુંબાઈ વિગેરે જગ્યાએ તેમનાં મંદિર છે. આ સંપ્રદાયવાળા કંકુનું ઉભું તિલક કરી વચમાં કંકુને ચાંલ્લો કરે છે અને ગોળ મણકાવાળો તળશીની માળા પહેરે છે.
આ સંપ્રદાયમાંથી પણ હરિકૃષ્ણને, બળરામને અને ભાદરણમાં પરસેત્તમને એવા પેટા પંથે થયેલા છે. તેમના સિદ્ધાંતો ઘણે ભાગે આ સંપ્રદાયને મળતાજ છે.
રાધાસ્વામિ સંપ્રદાય. આ મનુના સ્થાપકનો જન્મ સં. ૧૮૧૮ માં આગામાં સત્રો કુળમાં થયો હતો, તે સ્વામીજી નામથી પ્રસિદ્ધ છે. તેમણે કઈ ગુર ર્યો નહોતો. સન ૧૮૭૮ માં તેમને દેહાંત થયો, તેમની સમાધિ
સ્વામિ બાગ આગરામાં છે. તેને એ સંપ્રદાયવાળા પવિત્ર તિર્થ માને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com