________________
૧૩૮
તમની આગેવાની નીચે તેમના શિષ્યોજ કરતા હતા. મૂર્તિપૂજા વિગેરે લોકોમાં ચાલતી વિધિ કાયમ રાખી ઉચ્ચ નીચનો ભેદ રાખ્યા વગર તમામ જાતના માણસને પોતાના પંથમાં દાખલ થવાના દરવાજા
શિષ્યો સાથે ઠેકઠેકાણે ફરી નિતિને ઉપદેશ આપવા માંડયો; તેથી શિષ્ય સમુદાયની સારી વૃદ્ધિ થવા લાગી. મુસલમાન ધર્માનુયાયી ખાજાઓને પણ પિતાના પંથમાં દાખલ કર્યા હતા. સ્વામિ પિતે યોગી તથા નિર્લોભી હતા, પરંતુ અંધશ્રદ્ધાળુ ગુજરાતની પ્રજા તરફથી થતી ધનવૃષ્ટિથી સ્વામી અને તેમનામાં અનુરક્ત તેમના શિષ્ય એ સ્વાર્થ અને ભવૃત્તિનાં બીજ આ સંપ્રદાયની ભૂમિમાં પણ વાવી દીધાં! અને સ્વામીએ પૂર્વાશ્રમમાં તજેલા પિત્રાઈઓને બોલાવી તેમને વંશ પરંપરાનું આચાર્ય પદ આપી સર્વ અર્પણ કરી દીધું ! જે ધન સંપ્રદાયના અનુયાયીઓના શ્રેયાર્થે ખર્ચવાનું હતું તે પિતાના સગાંઓને સેંપી દેઈ એક ત્યાગીનું કાર્ય ગૃહસ્થના હાથમાં મૂકયું; તો પણ તેમણે તથા તેમના શિષ્યોએ મળી લુંટફાટ કરનારા, મઘમાંસાદિનું સેવન કરનારા અને એવાજ હલકા અનિતિમાન ધંધા કરનારાઓને નીતિનો ઉપદેશ આપી સન્માર્ગ ચઢાવવાનું જે કાર્ય કર્યું છે, તે તો
સ્તુતિપાત્ર ગણવું જોઈએ જ. આ ધર્મના અનુશાસનને મુખ્ય ગ્રંથ ૨૧૨ શ્લેક ના શિક્ષાપત્રી ન છે. તે સહજાનંદ સ્વામિને બનાવેલા એ પંથાનુયાયીઓ કહે છે.
આ પંથમાં સાધુ તથા ગૃહસ્થ એવા બે ભેદ છે. જો કોઈ બ્રાહ્મણ સંસાર તજીને આવે તો તે બ્રહ્મચારી થાય છે. વાણીયા, રજપુત પાટીદાર, વિગેરે આવે તે સાધુ થાય છે અને એ સિવાયની કામના ત્યાગી થઈને આવે તો તેને સાધુ સેવા કરવા તથા મંદિરોના રક્ષણ કરવા સારૂ હથીયાર બંધાવીને રાખે છે તેને પાળા કહે છે. સાધુ તથા બ્રહ્મચારીઓ ભગવત લુગડાં પહેરે છે અને પાળા સફેદ પહેરે છે. બ્રહ્મચારી દાઢી મૂંછ રાખતા નથી. એટલી, જનોઈ અને તુળસીની બેવડી કંઠી રાખે છે. જોઈ સિવાય બીજી વસ્તુઓ સાધુ અને પાળા પણ રાખે છે. સાધુ, બ્રહ્મચારી અને પાળાઓએ બ્રહ્મચર્ય પાળવું પડે છે. કેઈને સંન્યાસી કરતા નથી.
૧ આમદના એક બ્રાહ્મણે બનાવી આપ્યાનું કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com