________________
૧૦૬
આ પ્રમાણે તેમણે પેાતાના મત સ્થાપન કર્યાં હતા, પરંતુ તેમાં કાઈને બળાત્કારે દાખલ કરવાની ફરજ પાડવામાં આવતી નહેાતી તેથી ઘેાડા ખુશામતીયા સિવાય વધુ માણસા આ પથમાં દાખલ થયા ન્હાતા હિંદુ અને મુસલમાન બંને કામ આ પથથી વિરૂદ્ધ હતી, તેથી અકખરના મ સાથેજ આ પથ પણ અસ્તપ્રાય થયા.
ખીજડા ૫ થ–પ્રણામી પથ
આ મતના સ્થાપક દેવચંદું તથા પ્રાણનાથજી હતા. દેવચંદના જન્મ ઉમરકેાટમાં સ. ૧૬૫૮ માં કાયસ્થ જાતિના મનુ મહેતાની કુંવરખાઇ નામની સ્રીને પેટે થયા હતા. તેમનાં માબાપ પુષ્ટિપથનાં હતાં, તેથી દેવચંદ પણ ૧૧ મા વરસની ઉમરથી દેવસેવામાં પ્રોતિ કરવા લાગ્યા. એક વખત તેના મનમાં ‘જગત શું છે, પરમાત્મા કાં છે અને કયાં રહે છે? તે સવ ના શેાધ કરવાની જરૂર છે’ એવા વિચાર ઉત્પન્ન થતાં તેણે મુસાફરી કરવાના વિચાર કર્યાં. અને ઉમરકાટના રાજાની જાન લેઈ લાલદાસ વજીર કચ્છ જતા હતા, તેમની સાથે તે કચ્છ ગયા. તે વખતે જે જે મત પત્થા ચાલતા હતા તે જોયા, પણ તેના મનનું સમાધાન થયું નહિ; તેથી સંન્યાસ ધારણ કરી શાસ્ત્રોનુ અવલેાકન કરવા માંડયું પણ કાંઇ નિશ્ચય થયે નહિ. ભુજમાં રહેતા હરદાસના પ્રેમ અને સેવા જોઈ કાંઈક પરમાનંદ સ્વરૂપની પ્રાપ્તિની આશા ખાંધી જપ તપ કરવા લાગ્યા, પરંતુ શાંતિ થઈ નહિ. ત્યાંથી જામનગર ગયા અને સ્યામ સુંદરજીના મંદિરમાં કાનજી ભુટની સાથે રહી જપ, તપ અને ધ્યાન કરવા લાગ્યા. જામનગરમાં ગાંગજી શેઠ અને ત્યાંના દીવાનના પુત્ર પ્રાણનાથજી સાથે સંવત ૧૬૭૫ માં તેમની મિત્રતા થઈ. ૧૭૧૦ માં ધવલપુરના ઠાકારને ત્યાં પ્રાણનાથજી કારભારી નીમાયા તેમની ઉત્તમ પ્રકારની રાજ્યનિતિથી તેએ પ્રજા પ્રિતિ સારી મેળવી શકયા. પછી દેવચંદજી પણ ત્યાં ગયા અને ઉપદેશાદિથી પ્રેમભક્તિ વિસ્તારી આ પથની સ્થાપના કરી. પ્રાણનાથજી પણ આ પંથમાં દાખલ થયા અને તેમની મદદથી લેાકાના પણ તેમાં સારા જમાવ થયા. દેવચંદના સ્વર્ગવાસ પછી પ્રાણનાથજી તેમની ગાદીએ બેઠા અને ઉપદેશાદિથી ધર્મ પ્રચાર કરવાનું શરૂ રાખ્યુ. તેમના ઉપદેશથી કાઠિયાવાડ, ગુજરાત અને ઉત્તર હિંદમાં પણ આ પથ ફેલાયા. બુદેલખંડના રાજા છત્રસિંહજીને પણ ઉપદેશ આપી શિષ્ય ખનાવ્યા, તેથી ત્યાં પણ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com