________________
૧૩૫
તન, મન અને ધનથી ધર્મપ્રચાર માટે જે પ્રયાસ કરે છે તે વાંચનારા આથી અજાણ્યું તો નહિ હોયજ.
ઈલાહી મત (ત હિંદ-ઈ-ઈલાહિ) આ મતના સ્થાપક શહેનશાહ અકબર હતા તેમને પોતાના સ્વધર્મ ઉપર મૂળથીજ શ્રદ્ધા હતી, પરંતુ તેની સાથે પોતાનાં અને પારકા ધર્મો વિશે શોધખોળ કરવાનો ઉત્સાહ તેમને હોવાથી પોતે દરેક ધર્મની ચર્ચા મન દઈને સાંભળતા, તેથી તેમના મનમાં જન્મથી મળેલા ધર્મની સચ્ચાઈ વિશે શંકા ઉત્પન્ન થઈ હતી. ધર્મના અલગપણાને લીધે હિંદુ મુસલમાન વચ્ચે જે વિરોધભાવ નજરે પડતા હતા, તે અટકાવવા માટે એક ને ધર્મ પંથ સ્થાપન કરવાની તેમને ઈચ્છા થઈ. તેથી હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તિ અને યા હુદી વિગેરે ધર્મના સિદ્ધાંતો ભેળવી દેઈ ઈ. સ. ૧૫૩૫ માં ઈલાહમત નામનો ધમ. પંથ સ્થાપન કરી ન્યાત જાતના ભેદ વગર તેમાં સર્વને દાખલ થવાની છૂટ મૂકી એવો સિદ્ધાંત ઠરાવ્યો કે “પરમેશ્વર એક જ છે, તેની માનસિક પુંજા કરવી; પરંતુ નબળા મનના માણસોને કાંઈક ક્રિયા કે એઠાની જરૂર હોય તો તેમણે અસલી આર્ય લોકો કરતા હતા તેમ તેમણે ઇશ્વરને પ્રતાપ દેખાડનાર સુર્ય કે અગ્રિની પુજા કરવી; અને તેને પરમેશ્વરને યાદ આપનાર ચિન્હ તરીકે માનવાં, પરમેશ્વર તરીકે નહિ. આપણી પોતાની વિવેક બુદ્ધિથી જે જ્ઞાન મળે તે પ્રમાણે પરમેથરની ભક્તિ કરવી. પરલોકમાં કલ્યાણ પ્રાપ્ત કરવા માટે માઠા મનેવિકારને વશ કરવા, અને માણસ જાતિનું ભલુ થાય તેવાં કામ કરવાં. કાછ માસે ઠરાવેલા પંથને આધારે વર્તવું નહિ, કારણકે સર્વ માસુસ આપવું પડે દુર્ગુણ અને ભૂલને પાત્ર છે. ગાર કે પુરોહિત તથા સાર્વજનિક ભક્તિની જરૂર નથી. કેઈ જાતને આહાર અભક્ષ્ય નથી, પણ અપવાસ કરવાની અને જીતેન્દ્રિય થવાની જરૂર છે, કેમકે તેથી મન ઉન્નતિ પામે છે. એ ઉપરાંત સલામ આલેકુમને ( તમે શાંતિમાં રહા )’ બદલે “ અલાહુ અકબર (પરમેશ્વર અતિ મોટો છે, એ પ્રમાણે કહેવાનો ચાલ પાડયે. અને તેના જવાબમાં સામાએ “જલજ લાલક' (નનો પ્રકાશ પ્રગટ થાઓ) એ વચન બોલવાનું ઠરાવ્યું. હિંદુ મુસલમાનને એજ ધર્મ છે તે સિદ્ધ કરવા સારૂ એકજ વિદ્વાન પાસે ફારસી અને સંસ્કૃત ભાષાની ખીચડી રૂપે એક અલોપનિષદ' પણ અનાવરાવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com