________________
૧૪૬ મદ્રારા ઈલાકામાં સુબ્રહ્મણિય (કાર્તિક સ્વામી) ની, ત્રીવંઝમ (બાલાજી) ની, રંગનાથ (વિષ્ણુ) ની, ચિદમ્બરમ્ (શિવ) ની, મીનાક્ષી-કામાક્ષી (પાર્વતી-શકિત) ની, મૂર્તિઓની પુજા ભ કત હિંદુઓ કરે છે. એ ઈલાકામાં શિવ, વિષ્ણુ અને શકિત એ ત્રણ સંપ્રદાય છે અને તેના પેટા મત પંથે પણ છે; પરંતુ બીજા ઈલાકાના પ્રમાણમાં તો ઘણાજ થોડા છે. ગુજરાતના લોકે દયાળુ અને અંધશ્રદ્ધાળુ વધારે હોવાથી તેમાં પાખંડીઓ વધારે ફાવી શકે છે, માટે તેમાં પથરાળ વિશેષ દષ્ટિએ પડે છે. ભકતના ડોળથી કોઇ પાખંડી ગુજ રાતમાં આવે તો જોઈ તો મઝા! પાખંડના પડદામાં રહી ધન લુંટવામાં તે ફતેહમંદજ થાય છે!! માટેજ પાખંડીની ગુજરાત કહેવાય છે.
વિચાર કાળ. ઈ. સ. ના ૧૮ મા સૈકાથી તે આજ સુધી. દરેક ધર્મમાં અનેક ફાંટા પડી ગયાનું અને તેમાં પણ–હિંદુ ધર્મ તે અનેક મતમતાંતરથી ગાંધીની દુકાન જેવો થઈ પડયાનું આપણે પાછળ જોઈ ગયા છીએ. મૂર્તિપુજા વિગેરે બાબતોને લીધે હિંદુ મુસલમાનમાં વિરોધ ભાવ તો હતો જ, તેમાં હિંદુ ધર્મના અનેક મત મતાંતરેથી તેમનામાં જ વિરેાધ ભાવ વધી કુસંપ કલેશને વધારે થયો. એક પંથવાળા બીજા પંથવાળાને ના સ્તક, કુસંગી, માયાવાદી, વિગેરે કહી તિરસ્કાર દષ્ટિએ જોવા લાગ્યા. બાળલગ્નને રિવાજ શરૂ • થયે તેણે તો સત્યાનાશ વાળી નાંખ્યું ! વિધવાઓ વધી. સતી થવાને ચાલ શરૂ થયો અને કન્યાઓની અછત પડવા લાગી. કુળનું મૂળ જે વિઘા, વય, વિવેક, વિનય, અને નિરોગીપણું જવાનું તે ધૂળમાં મળી ગયું; અને વંશ પરંપરાથી ગણાતા કુળવાન ભલેને મૂર્ખનો સરદાર હોય, ગાંડ હોય, વૃદ્ધ કે ન્હાને હેય, દુરાચારી કે રોગી હેય તેને વિચાર કર્યા વગર તેનેજ કન્યાઓ આપવામાં માન માનવા
૧ કુળવાનેને ગુજરાતમાં કળીઆણુ ( કળીને આણનારા ! ) પણ કહેવામાં આવે છે જેવી સ્થિતિ અને ગુણ તેજ શબ્દ!'
દેવતાના છોકરા કોયલા અને કેયલાના છોકરા હીરા થાય છે; છતાં હીરાની કિસ્મત કેયલા બરાબર ગણ, તેને તિરસ્કારી, હાથમાં દીવો લઇને કુવામાં
પડકારે છતી આંખે આંધળા અને મૂર્ખના સરદાર નહિ તે બીજું શું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com