________________
૧૩૦
આ પંથમાં પણ પેટા પથ પડી ગયા છે. છ ગાદીવાળા કંકુનું ઉભું તિલક કરે છે અને સાતમી ગોકુળનાથજીની ગાદીવાળા ફક્ત બે ઉભી લીટીઓ કરે છે. ગોકુળનાથજીના પંથમાં પણ ભરૂચ અને બહાદરપુરી એવા બે પેટા પંથ છે.
ગુરૂ આજ્ઞાથી જે વૈષ્ણવ પિતાને ઘેર ઠાકોર સેવા રાખે છે, તેમને ૨મરજાદી અથવા સમર્પણી કહે છે. કેટલાએક વિષ્ણુ પોતાના હાથ નુજ રાંધેલું ખાય છે તેમને આપનદી કહે છે. વળી વરકટ વૈષ્ણવ હોય છે, તેઓ ઘણે ભાગે ફરતા ફરે છે.
ક્રિશ્ચીયન ધર્મ. આ ધર્મના સ્થાપક મહાત્મા જીસસ ક્રાઈસ્ટ ( ઇસુખ્રિસ્તિ ) નો જન્મ તા. ૨૫ મી ડીસેમ્બરે જેરૂસલમ પાસે બેથલીયમ ગામમાં થયો હતો. તેમની માતાનું નામ મરિયમ હતું, અને તેનું લગ્ન જોસેફ નામના યહુદી સુતાર સાથે થયું હતું, પરંતુ તેમને કુંવારી અવસ્થામાં જ ઈશ્વરની કૃપાથી ગર્ભ રહ્યો હતો અને ઈસુને જન્મ આપ્યા હતા ! ટિબેટના હિમીશ મઠમાં એક ઘણું જ પુરાણું અને બે વેલ્યુમનું હેટું પુસ્તક છે તે ઉપરથી જણાય છે કે ઈસુનાં માબાપ ગરીબ છતાં ખાનદાન અને ભક્તિભાવવાળાં હતાં. બાળપણથી જ તે એકેશ્વરવાદનો બોધ કરતા હતા અને તેર વરસની ઉમ્મરે રિવાજ મુજબ લગ્ન કરવું જોઈએ - તે નહિ કરતાં કેટલા એક વહેપારીઓ સાથે તે સિંધમાં આવ્યા હતા,
૧ સાંભળવા પ્રમાણે આ પંથવાળા રજસ્વલાની આભડછેટ અને મૃતકનું સુતક પાળતા નથી, મૂર્તિને માનતા નથી અને રાસલીલા વિગેરે શૃંગારિક વિષયો ઉપર વિશેષ ભાવ રાખે છે. તેમની અંદરખાનેની નિતિ શોચનિય સંભળાય છે !
૨ પુષ્ટિપથની મર્યાદા-નિયમ-માં રહેનાર તે મરજાદી અને સર્વ ચીજ ઇશ્વરને સમર્પણ કરનારા તે સમર્પણું આ શબ્દાર્થ છે.
મરજાદી ઘણા ભાગે ન્યાત જાત સાથે ઓછો સંબંધ રાખે છે અને શ્રી ઠાકોરજીની સેવા પુંજામાં સઘળો વખત રેકે છે, આચાર વિચાર ઘણું સખત પાળે છે, અને મરજાદી સિવાય બીજાના હાથનું રાંધેલું ખાતા નથી. ત્રાંબાન વાસણ વાપરે છે અને તે બહાર કાઢતા નથી, પાણી ભરવાનાં વાસણ તે જ્યારે ગ્રહણ હોય ત્યારેજ માંજે છે !
૩ જુએ લાઇટ ઓફ ધી ઇસ્ટને માર્ચ સને ૧૮૯૫ જે અંક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com