________________
વર્ણન છે. આપણે તે તરફ લક્ષ ન આપતાં તેમના સિદ્ધાંતાજ જોઈશું. “પરમેશ્વર એક અને નિરંજન નિરાકાર જોતિ સ્વરૂપ છે. ઈસુને પરમેશ્વરને પુત્ર માની તેના ચમત્કારે ખરા માનવા ! ખુદાની બંદગી કરવી, બાઈબલને સત્ય માનવું, સત્ય બોલવું અને ચેરી, વિગેરે કુકર્મો કરવાં નહિ. બીજાં પ્રાણિઓને આત્મા મનુષ્યના આત્મા જેવો શ્રેષ્ટ નથી, અને તે પ્રાણિઓ મનુષ્યના ઉપયોગ સારંજ ઉત્પન્ન કરેલાં છે, માટે મનુષ્ય સિવાય બીજા પ્રાણિઓને મારવામાં પાપ નથી! ઈસ ક્યામતને દિવસે પરમેશ્વર પાસે આવશે અને પિતાના ધર્મ માનનારાઓને બચાવશે; જયારે બીજાઓને શીક્ષા થશે ! ઈસુ મર્ણ પછી પાછા જીવતે થયો છે તે પવિત્ર ભૂત, પરમેશ્વર તે પિતા અને ઈસુ તે પરમેશ્વરને પુત્ર એ ત્રણે એક રૂપ છે ! પુનર્જન્મ નથી, ધર્મ કર્મ અને મૂર્તિને માનનારા નસ્કાધિકારી થાય છે. પ્રભુના પુત્ર ઈસુએ મનુષ્યના ઉદ્ધાર માટે જ અવતાર લેઈ સોપદેશ આપી મનુષ્યના કલ્યાણાર્થે પ્રાણની આહુતી આપી છે, તેથી તેની ભક્તિ જ સર્વને તારે છે! માટે પરાર્થે આત્માપણું કરવા જેવી પરમ ભાતભાવ રૂ૫ નિતિ ધારણ કરવી, તેથી ઈશ્વરના પ્રસાદરૂપ મુક્તિ મળે છે. આ સિદ્ધાંતને માને એટલે સર્વ જ્ઞાન પામ્યો બીજ જ્ઞાનની જરૂર નથી એમ સમજવું. વિગેરે ”
મહાત્મા ઈસુના મર્ણ બાદ તેમની પછી ઉપર મુજબ એ ધર્મને ઉપદેશ આપવાનું કામ એ ધર્મના આચાર્યો–પેપએ–ચાલું રાખ્યું હતું અને ઈ. સ. ૩૧ર સુધી તો તેમણે ઘણું દુઃખ અને ત્રાસ વેઠીને તે કામ બજાવ્યું હતું; પછી એ ધર્મમાં થોડે થોડે રાજકર્તાઓ પણ દાખલ થવા લાગ્યા હતા. તેમના ધર્મમાં મૂર્તિ પુજાની સ્પષ્ટ મનાઈ છતાં પણ તે લોકે મહાત્મા ઇસુ અને મેરીની મૂર્તિઓની પુજા કરતા હતા ! ઈ. સ. ૭૫૪ માં ૩૩૮ બિશપએ સભા ભરીને ઠરાવ કર્યો કે મૂર્તિપુજા ધર્મ વિરૂદ્ધ છે, તેથી યુરેપના ૬ રાજાઓએ રાજસત્તાના બળે એ ઠરાવ અમલમાં લાવવાની મહેનત કરી હતી તે સઘળી વ્યર્થ ગઈ, પશ્ચિમ યુરોપના મુખ લેક મૂર્તિ પૂંજવામાં ઘણું દઢ હોવાથી રોમના પોપની સરદારી નીચે રાજા લેઓની સામે થયા જેથી ઇટાલીમાંથી રાજસત્તા નીકળી ગઈ અને પેપની રાજસત્તાને પાયે નંખાયો. હવે પિપનું બળ દિવસે દિવસે વધવા લાગ્યું. તે
એટલે સુધી કે રાજા મહારાજાઓને દંડશની ગાદીએથી ઉઠાડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com