________________
૧રર
હિંદુ અને મુસલમાનો તેમના શિષ્ય થયા હતા. આ મતવાળા એક બીજાને મળે છે ત્યારે પરસ્પર સતનામ, સત સાહેબ, અથવા અંદગી સાહેબ વિગેરે કહે છે. કબીર પંથમાંથી જાદા જૂદા ૧૨ પેટા પંથે સ્થાપન થયેલા છે. કબીરને કમાલ, જમાલ, વિમલ, બુધન, દાદુ, શ્રતગોપાળ, ધર્મદાસ વિગેરે શિખ્યો હતા. કમાલ, જમાલ, વિમલ અને બુધન એ દરેકે પોતપોતાના નામથી અલગ અલગ પંથ સ્થાપન કર્યા હતા, પરંતુ વિદ્વાન પુરૂષોના અભાવે અને દ્રવ્યાદિક મેળવવાની લલુતાથી એ પંથ માત્ર નામના જ રહ્યા છે. ધર્મદાસ છીપો હતો તેણે તથા શ્રતગોપાળે મળી કેટલાંક પુસ્તકો લખ્યાં છે. ભાગદાસ નામના
એક શિષ્ય બીજક નામનો ગ્રંથ લખ્યો છે તેના આધારે હાલમાં 'બીજમાર્ગ નામને એક પંથ ચાલે છે. દાદુ એ અમદાવાદને પીંજારે કબીરને શિષ્ય હતો તેણે એક પંથ સ્થાપ્યો હતો, જે દાદુ પંથના નામથી ઓળખાય છે. આ પંથમાં સાધુ નિશ્ચલદાસજી થઈ ગયાતેમણે વિચાર સાગર અને સુંદરદાસે સુંદરવિલાસ નામના ઉત્તમ ગ્રંથ લખેલા છે. મલકદાસ નામના એક શિષ્ય પંથ ચલાવ્યો છે. “ અજગર કરે ન ચાકરી, પંછી ન કરે કામ; દાસ મલુકા યુ કહે, સબકા દાતા રામ.” આ તમામ પેટા પંથવાળા રામચંદ્રની ભક્તિને જ મુક્તિનું સાધન માને છે.
પીરાણુ પંથ, ઈ. સ. ૧૪૪૯ માં કેટલાક લેઉઆ કણબીઓ કાશી જાત્રા જતાં અમદાવાદ પાસેના ગરમથા ગામમાં રાત્રે મુકામ કર્યો હતો. તે વખતે ત્યાં ઈમામશાહ નામને ફકીર રહેતો હતો તેણે જાત્રાળુઓને કહ્યું કે જે તમે મારું શીક્ષણ સાંભળશે તો કાશીએ ગયા વગર કાશી જોશો ! આવું સાંભળી જેને ઈમામશાહમાં આસ્થા નહોતી તેઓ કાશીએ ગયા અને આસ્થા વાળાઓએ ઈમામશાહને મત કબુલ કરી કાશી ગયા વગરજ ગંગાજીમાં સ્નાન કર્યાનું ફળ મેળવ્યું !!! આ પ્રમાણે જે કણબીઓ ઈમામશાહના મતમાં દાખલ થયા તે પીરાણા પંથના અથવા મતીઆ પંથના કહેવાય છે.
૧ દદુરામ અજમેર પાસે આવેલા ઓમર ગામમાં રહેતા હતા, આ પંથવાળા મતિપુજા કરતા નથી. રામનામનો જપ કરે છે અને રામને આત્મારામઅદ્વૈત બ્રહ-રૂપે પુજે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com