________________
૧૨૬
નિયાને મજબુત કર્યા. તેમના સમયમાં મુસલમાનોને જુલ્મ વધી પડયો
તે તોડવાને તેણે પોતાની સરદારી નીચે ઠેકઠેકાણે યુદ્ધ કરી વિજય મેળ હતો. આવા કટોકટીના સમયમાં પણ શિખ લોકોને ધર્મબોધ આપતા હતા કે “એકેશ્વરની ઉપાસના કરવી, એક ચિત્તથી ઈશ્વરની ભક્તિ કરવી. આપણા ધર્મમાં જાતિ ભેદ નથી, સર્વે સમાન છીએ તેથી એકજ પંક્તિમાં અને એકજ વાસણમાં જમવું. આપસ આપસમાં સંપ રાખો અને પોતાના ધર્મબંધુને પિતાને પ્રાણુ સમજો. તુર્કોને વિનાશ કરવા યત્નવાન થવું અને સર્વેએ સજીવ અને સતેજ રહેવું.” વિગેરે ઉપદેશથી આ ધર્મ પાળનારી તમામ પ્રજાને પરસ્પર બંધુભાવથી આલીંઘન કરવાનું ઉત્તમ શીક્ષણ આપી શોખ હૃદયમાં તેજસ્વિતા, બંધુભાવ અને યુદ્ધ કુશળતાનાં બીજ રોપ્યાં. જે હજુ પણ દષ્ટિગોચર થાય છે.
આ ધર્મમાં પણ કેટલાક પેટાપથ થયા છે. નાનકના પુત્ર શ્રીદે ઉદાસી પંથ સ્થાપ્યો છે. એ સિવાય કુકાપથી, ગાંજાભક્ષી, સુથીગ્રાહી, નિર્મલા અને રામરાચી વિગેરે પિટા પ જોવામાં આવે છે. સર્વ પંથવાળા નાનકના ઉપદેશને માને છે અને તેમના ગ્રંથ સાહેબને નમે છે. આ ધર્મ માનનારની સંખ્યા ૨૪ લાખ ૮૫ હજારના અંદાજે છે.
શુદ્ધાદ્વૈત અથવા પુષ્ટિપથ. આ પંથના સ્થાપક શ્રી વલ્લભાચાર્યને જન્મ ઈ. સ. ૧૪૭૯ માં ચંપારણ્યમાં તૈલંગી બ્રાહ્મણ લક્ષ્મણ ભટની અધ્યગીર નામની સ્ત્રીને પેટે થયો હતો. પાંચમે વર્ષે જઈ સંસ્કાર થયા પછી નારાયણ ભટ પાસે વેદ, પુરાણ અને ન્યાયનો અભ્યાસ તેમણે કર્યો હતો. પછી તિર્થયાત્રા કરવા જતાં દક્ષિણના એક ગામના નગરશેઠના પુત્ર દામોદરને ઉપદેશ આપી શિષ્ય કર્યો અને તેની સાથે વિજયનગરમાં આવ્યા. ત્યાંના રાજા કૃષ્ણરાયેલુની સભામાં સ્માર્ણ અને વૈષ્ણવ મતના આચાર્યો વચ્ચે વિવાદ ચાલતા હતા, તેમાં ભાગ લેઈ વ્યાસતીર્થ સાથે મળી જઈને
સ્માર્ત મતવાળાઓને હરાવ્યા, તેથી રાજાએ તેમને વિપ્ર સ્વામિન સંપ્રદાય જે ઉછેદ થયો હતો, તેના તેમને આચાર્ય કરાવ્યા. વિષ્ણુ સ્વામિએ સંન્યાસને ઈષ્ટ ગણો છે, પગ વલભાચાર્ય તે સ્વીકાર્યો
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat