Book Title: Bharatno Dharmik Itihas
Author(s): Manilal Lallubhai Pedhi
Publisher: Manilal Lallubhai Pedhi

View full book text
Previous | Next

Page 132
________________ ૧૨૭ નથી. બાકી પરમાત્માને સાકાર સ્વીકારી. એ સિદ્ધાંત ઠરાવ્યું કે જડ અને જીવ આ બંને તત્વોના મિશ્રણથી આ સઘળી સૃષ્ટિ બનેલી છે, અને જડ, જવ, તથા જડજીવનું મિશ્રણ એ ત્રણ તત્વો છે. જગતમાં જે પદાર્થ દેખાય છે તે માત્ર આવિર્ભાવ તિભાવ થયા કરે છે, કેઈને નાશ થતો નથી, નાશ થતું દેખાય છે તે માત્ર રૂપાંતર છે. આ સિદ્ધાંત ઠરાવી પિતાના મતને શુદ્ધાત નામ આપ્યું છે. આ સમયમાં લોકોની વૃતિ વિષય ભાગ તરફ વળેલી જોઈ તેમણે બાળકૃષ્ણાદિની સર્વોપરી જનક્રિડાની પ્રેમભક્તિને પ્રચાર કરવાનું યોગ્ય વિચારી મૂર્તિપુજદિ વ્યવસ્થા રાખી પિતાના માર્ગનું નામ પણ પુષ્ટિમાર્ગ રાખ્યું ! આમ કરવામાં અહનીશ સંસાર વ્યવહારમાં રચીપચી રહેલા લોકે તેમની રૂચિને અનુકુળ શૃંગારિક તત્વોથી લાભાઈ એ નિમિત્તે પણ ઈશ્વરની ભક્તિમાં ચિત્ત લગાવી અધર્મથી અટકે એવો તેમનો હેતુ હતા. ભાગવત, બ્રહ્મવૈવર્નાદિ પુરાણમાં બાળકૃષ્ણને શંખગદાદિ આયુધવાળા અને ગોલોકવાસી જ્યુવેલા છે, તેમજ રૂવેદમાં પણ અત્રવે.. એ મંત્ર વિષ્ણુનું સ્થાન ગિલેક છે સૂચવનારો જણાવી તેના આધારે બાળકૃષ્ણને વિષ્ણુને પૂર્ણાવતાર તથા ગેલેકવાસી ગણ્યા છે અને ગિલોકમાં વાસ થવો તેનું નામ મોક્ષ છે, માટે મોક્ષ મેળવવા શ્રી બાળકૃષ્ણની સેવાપુજદિ ભક્તિ કરી તેમને સર્વસ્વ અર્ષિ બ્રહ્મ સંબંધ કરવો જોઈએ ! એવું ઠરાવી ઉપદેશ આપવાનું શરૂ કર્યું, પરંતુ આ પરિશ્રમ કરવા છતાં તેઓ ફક્ત ૮૪ શિષ્યો કરી શકયા હતા, તેમાં પણ કેટલાએક મુસલમાનો પણ હતા ! તેમના પછી તેમના પુત્ર વિઠ્ઠલનાથજને ગાદી મળી, તેમની મનોવૃત્તિ શિષ્ય વધારવા તરફ હતી; તેથી તેમણે અનેક પ્રકારનાં મનોરંજક વ્રત, ઉપવાસાદિ નિયમ બાંધી શુગાર રસથી ભરપુર ભજન કિર્તનાદિ બનાવરાવ્યાં, મંદિરને ઠાઠમાઠ વધાર્યો; અને વ્રજ, કરછ, કાઠિયાવાડ, ગુજરાત, મહારાષ્ટ્ર, ૧ જે પદાર્થ દષ્ટિએ પડે તે આવિર્ભાવ અને અદશ્ય અથવા રૂપાંતર થાય તે દિ ભાવ. ૨ આ મંત્રનો સત્યાર્થ આગળ પણ ૭૬ ની કુટનાટમાં છે ત્યાં . 3 ગુરૂ પાસેથી પળ પાન મમઃ એ અષ્ટાક્ષર મંત્રને ગોપ લેખ શ્રીકૃષ્ણને સન ૧ અણ કરવું તે જ સબંધ : બ્રહ્મસંબંધ જવા માટે ગુરને દક્ષિણ્ય પણું આપવી પડે છે !! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174