________________
૧૨૧
વંશને માણસ હતો. તેણે પોતાના શિષ્યોને સમજાવ્યું કે અદશય ગુરૂ તરફથી તેને ઉપદેશ મલ્યો છે. બાકી પુજા વિધિ સર્વ ચિતન્ય પંથના જેવું છે, ફક્ત આ પંથવાળા પોતાના શિષ્યો પાસેથી શરીર ધારણ કરવા બાબતને અમુક કર લે છે એ વિશેષતા છે. બાકીના જે પેટાપશે છે તે તમામના ધર્મ સિદ્ધાંતો તે ચિતન્ય રવામિના મત પ્રમાણે છે અને કૃષ્ણની ભક્તિથી મોક્ષ માને છે.
કબીર મત. ઇ. સ. ના ૧૩–૧૪ મા સિકડામાં હિંદુ મુસલમાનેમાં ધર્મની બાબતને લીધે વિખવાદ ચાલતા હતા, તે દયાનમાં લઈ બંનેને અનુકુળ પડે અને તેમનામાં સંપ થાય એવા ધર્મપંથની જરૂર સમજી રામાનંદના એક શિખ્ય મહાત્મા કબીરે આ પંથ સ્થાપ્યો હતો. બીરની જાતિ તથા જન્મની સાલ માટે ઘણા મતભેદ છે અને ઘણું દતકથાઓ પણ ચાલે છે. સહુથી વધારે ભરૂંસાપાત્ર હકીકત એવી છે કે ખાનદેશમાં આવેળા કાશી ગામની પાસે લહેર તળાવને કિનારે તરતનું જન્મેલું બાળક એક કુલના કંડીઆમાં રાખી કોઈ મૂકી ગયેલું હતું. તે નુરી નામના કેઈ મુમના વણકરને હાથ આવ્યું, તેણે તેને પાળી પોષી મોટું કર્યું હતું તેનું નામ કબીર હતું. કબીર દયાળુ, શાન્ત, પરોપકારી, નાની, વૈરાગ્યશીલ અને નિસ્પૃહી હતો. તેમણે મૂર્તિપુજા ન સ્વિકારતાં આત્મજ્ઞાન અને ભક્તિપ્રધાન ઉપદેશ આપવાનું ચાલુ કર્યું. ઈશ્વર એક સર્વ શકિતમાન, સર્વવ્યાપક અખંડ જયોતિરૂપ છે. તેમને જાણવા સારૂ યોગાભ્યાસ, દેહક અને પવિત્રતાની જરૂર છે. ધર્મશાયો એ જ્ઞાનોદય કરનાર ગ્રંથ છે. પુનર્જન્મ છે. ઈશ્વરનું ધ્યાન કરવું એજ મેટો ધર્મ છે. સત્યજ્ઞાનથી ઇશ્વર ઓળખાય છે. ગાબ્રાહ્મણ ની સેવા કરવી, માંસ મદિરા અને વ્યભિચારનો ત્યાગ કરવો, જીવહિંસા કરવી નહિ. જગતમાં ઉચનીચ કેઈ નથી અને હિંદુઓના પરમેશ્વર તથા મુસલમાનોના અલા તે એકજ છે. આવો ઉપદેશ આપી હિંદુ મુસલમાન સર્વને પિતાના પંથમાં દાખલ કર્યા. કબીર ૫ પુજાદિ કરતાં આત્મ રાનને શ્રેષ્ઠ માનતો હતો.
તેણે મૂર્તિપુજની વિરૂદ્ધ આત્મસાનથી ભરપુર ઉપદેશ આપી એકેઅરનો બોષ કરી હિંદુ મુસલમાનની ચયતા કરવારૂપ ધર્મપંથની ગોઠવણ કરી હતી. જો કે તેમાં સવશે સફળ થયા નહિ, તોપણ ઘણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com