________________
૧૮
ન લાગવાથી ટા પડી આ સંપ્રદાય સ્થાપ્યો હતો. આ સંપ્રદાયને બ્રહ્મ સંપ્રદાય અથવા માખવી સંપ્રદાય પણ કહે છે.
एको नारायण आनि ब्रह्मा नच शंकरः ।
आनंद एक एवाग्र आसीनारायणः प्रभुः ।
એ પનિષદ વાક્યના આધારે એ સિદ્ધાંત ઠરાવ્યો કે “સર્વ જગત નારાયણ (વિષ્ણુ ) ના દેહમાંથી થયું છે. વિષ્ણુ સ્વતંત્ર, નિર્દોષ, અને અશેષ સકુણ છે. સર્વ વસ્તુનું મૂળ કારણ જે પરમાત્મા અને સર્વ જીવ પ્રાણી એ બંને અનાદિ છે. પરમાત્મા સ્વતંત્ર છે અને જીવ પરતંત્ર હોવાથી તે પરમાત્માના આશ્રયભૂત છે; માટે પરમાત્મા ( વિષ્ણુ ) ની ભક્તિ કરવી તેથીજ મુક્તિ મળે છે. શંખ, ચક્ર, ગદા, પદ્મનાં ચિન્હ તપાવીને હાથ ઉપર ધારણ કરવાં તે અંકન, પુત્રાદિનું ઇશ્વર વાચક નામ પાડવું તે નામકરણ અને વિષ્ણુના કોઈ પણ અવનારની મૂર્તિવાળા મંદિરમાં જઈ તેની અનેક પ્રકારથી પુજા સેવાદિ કરવી તથા તેમના નામનો જપ કરવો તે ભજન. આવી રીતે ત્રણ પ્રકારની ભક્તિ કરવાનો ઉપદેશ આપી ઉડીપીમાં તે સમયમાં ફેલાયેલા જન મતનું પણ ખંડન કરી સઈશ્વરની ઉપાસના તથા ભક્તિમાર્ગને શ્રેષ્ઠ પંક્તિમાં લાવ્યા, અને ઘણા જનોને વિષ્ણુવ બનાવ્યા.
આ સંપ્રદાયની મૂખ્ય ગાદી ઉડીપીમાં છે, તે તરફ આ મતાનુવાલીઓનું વિશેષ પ્રબળ છે. આ મતમાં સાધુઓ પણ છે. આ મતવાળા ગોપીચંદનનું ઉભું તિલક કરે છે અને તેની મધમાં ખાળેલી સાપારીની ઉભી લીટી કરી તેને છેડે હળધરનો ચાંલ્લો કરે છે.
' મવાચાર્યે ૩૭ ગ્રંથ લખ્યા છે. તેને તથા પુરાણ વેદ, ઉપનિષદ અને ગીતાજીને પ્રમાણ માનવામાં આવે છે.
ચૈતન્ય સંપ્રદાય, આ સંપ્રદાયના સ્થાપનાર તન્યને જન્મ ઈ. સ. ૧૪૮૬ માં બંગાળાના નવલિપ નામના ગામમાં થયો હતો. તેમનું બીજું નામ નિમાઈ હતું. તે શરીરે ખુબસુરત અને ગારવણના હેવાથી તેમને ગિરાંગ પણ કહેતા હતા. તેમણે વાસુદેવ સાર્વજોમ નામના અધ્યાપકની પાસે અભ્યાસ કર્યો હતો. વીસ વરસની ઉમ્મરે સંસાર છોડીને તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com