________________
૧૭
સંસાર સુખની તિવ્ર તૃષ્ણાવાળા કેવળ કર્મ જીજ્ઞાસુ પુરનું લક્ષ ઈશ્વર ભકિત તરફ વાળવાના હેતુથી વેદ અને ઉપનિષદ કાંઈક આધાર લેઇ પુરાણની વસ્તુસ્થિતિ ધ્યાનમાં લેઈ જનપ્રિય થઈ પડે એવો જતિનો મનોરંજક પંથ સ્થાપન કર્યો. તેને શ્રી સંપ્રદાય અથવા વિશિદાત્ત કહે છે. કેવળાદિત શિવ માર્ગના સામે થઈ કહેવા લાગ્યા છે “ અરેત બ્રહ્મ છે, પણ તે કેવળ નથી, વિશિષ્ટ છે. બધું બ્રહ્મમય છે પણ તે બ્રમમાંજ જીવ અને જ? એવા બે ભેદ તે અન્યોન્ય વિલક્ષણ છે. અંતર્યામિ રૂપે હરિ સર્વમાં છે પણ ચિત્ત (જીવ) અને અચિત્ત (જડ) તેનાથી જુદા છે. એકજ બ્રહ્મનાં ત્રણ અંગ છે. હરિ, ચિત્ત અને અચિત્ત એ ત્રણ રૂપે વિધમાત્ર છે.” આવી રીતે અદ્વૈત મતનું ખંડન કરી મુલુકત શહેરના બ્રાહ્મણેને વિષ્ણવ મતમાં લીધા. પછી મહેસુર જઈ ત્યાંના જન રાજાની પુત્રીનું ભૂત કાઢી તેને વિષ્ણુવ કર્યો અને જગન્નાથ, કાશી, જયપુર વિગેરે ઠેકાણે ઉપદેશ આપી પિતાને મત પ્રચાર કરવા માંડયો. જયપુરનો રાજા તેમને શિષ્ય થયો હતો. પછી ધર્મની પુષ્ટિ માટે કેટલાએક ગ્રંથો રચી સંન્યાસી થયા અને નાદીર, ગળતા, અહેબળી અને રેવાસામાં મઠ સ્થાપ્યા. જીવ ઈશ્વરને ભેદ જણાવી રામચંદ્રજીને વિષ્ણુ અવતાર ગણું તેમની મૂર્તિપુજા અને ભક્તિ કરવા જણાવ્યું છે, ભક્તિથી મુક્તિ માની છે અને ભક્તિના પાંચ પ્રકાર કરાવ્યા છે. (૧) દેવમંદિરમાં માર્જનાદિક તે અભિગમન (૨) દેવમૂર્તિને પુજની સામગ્રી લાવી આપવી તે ઉપાદાન (૩) મૂર્તિ પુજા કરવી તે ઈજ્યા (૪) નામ સ્મરણ કરવું તે સ્વાધ્યાય અને (૫) મૂર્તિનું ધ્યાન કરવું તે યોગ. યોગ થતાંજ ભગવાન ભકતને નિત્ય મુક્ત કરે છે. રામ કરાદિની મૂર્તિઓનુ દેવાલયમાં સ્થાપન કરી તેને હાના પ્રકારના વસ્ત્રાલંકારો ધારણ કરાવી ગંધ પુછપાદિ અને વિવિધ પ્રકારનાં નિવેદ ધરાવી સેવા કરવી એ મુખ્ય સિદ્ધાંત છે. આ સંપ્રદાયમાં સારા છે તેઓ એક બીજાને નાયબ કહી નમસ્કાર કરે છે અને બ્રહ્મચર્ય પાળે છે. આ મતાનુયાયીઓ કંઠમાં તુળસીની માળા રાખે છે, નાહ મળમાં શંખ ચકાદિનાં છાપાં કરે છે અને લલાટમાં ગોપીચંદનનું ઉભું તિલક કરી તેની વચમાં કંકુની ઉભી લીટી કરે છે. વ્યાસ સુત્ર પર રામાનંદનું ભાગ્ય છે અને એ સિવાય તેમના રયેલા છે તથા પુરાણાને પણ પ્રમાણુ ગ્રંથ માને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com