________________
રિમણિ અને ૧૧૫ર માં લીલાવતી ગણિત નામના ખગોળ તથા જયાતિવને લગતા ગ્રંથો લખ્યા છે. ખગોળવિઘામાં તે મહા પ્રવિણ લેવાથીજ તેમનું નામ ભાસ્કરાચાર્ય પડયું હતું, આ સંપ્રદાયના અનુયાયીઓ તે તેમને સૂર્યના અવતાર તરીકે પણ માને છે. તેમણે દક્ષિણમાં તે વખતે ચાલતા જૈન મતનું ખંડન કરી પુરાકત નિમ્બાર્ક નામને વૈષ્ણવ સંપ્રદાય સ્થાપ્યો છે, અને સુશોભિત દેવાલયોમાં રાધાકષ્ણની મૂર્તિનું સ્થાપન કરી તેની ભક્તિ કરવાથી જ મુક્તિ મળે છે એ બીજા વૈષ્ણવ આચાર્યોની પેઠે ભક્તિ પ્રાધાન્ય મને રંજક સંપ્રદાય ચલાવ્યો છે.
સંન્યાસ ગ્રહણ કર્યા પછી તેઓ વંદરાવનમાં રહેતા હતા. તેમણે સંસ્કૃતમાં કેટલાંક સારાં પુસ્તક લખ્યાનું કહેવાય છે, પણ કહેવામાં આવે છે કે ઔરંગઝેબે તે સર્વને મથુરામાં બાળી મૂકયાં હતાં તેથી મળી શકતાં નથી.
આ મતવાળા ભક્તિ પણ બીજા વૈષ્ણવ સંપ્રદાયના જેવીજ માને છે. ભાગવત, પુરાણ, ભકતમાલ અને રામાયણ વિગેરેને પ્રમાણ ગ્રંથો માને છે. વૈતાદ્વતની ચર્ચામાં ઉતરવું નિરર્થક સમજે છે અને ભજન કિર્તનમાં આનંદ માને છે. દક્ષિણમાં આ સંપ્રદાયના અનુયાયીઓ ઘણું. છે. અમદાવાદ જીલ્લાના પહેલાળ, ભૂવાલડી વિગેરે જગ્યાઓના પાટીદાર લોકોને મોટે ભાગ આ સંપ્રદાયના અનુયાયી છે, અને રાયકવાળ બ્રાહ્મણે જે ભકતના નામે ઓળખાય છે તેઓ તેમને કંઠી બાંધી ધર્મનો ઉપદેશ આપે છે.
આ સંપ્રદાયના અનુયાયીઓ ગેપીચંદનું ઉભું પહેલું અને નાકની દાંડી સુધી આવે તેવું તિલક કરે છે અને તુલસીની લાંબી લાંબી મા: ળાઓ પહેરે છે.
વિશિષ્ટઢેત–શ્રી સંપ્રદાય. . આ સંપ્રદાયના સ્થાપક શ્રી રામાનુજને જન્મ ઇ. સ. ૧૧૦૯ માં મદ્રાસ ઇલાકાના પિનમુતુર ગામમાં કેશવાચાર્ય નામના બ્રાહ્મણની. કાંતિમતી નામની સ્ત્રીને પેટે થયો હતો. તેમને ઈ. સ. ૧૧૧૭ માં જઈ સંસ્કાર થયા પછી યાદપ્રકાશ નામના તેમના મામા પાસે રહી વિદ્યાદિ શાને અભ્યાસ કર્યો હતો. તેમણે સમય સંજોગોને વિચાર કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com