________________
૧૨૦
સંન્યાસ ગ્રહણ કર્યો હતો. તે વખતે બંગાળામાં અનેક મતપણે ચાલતા હતા અને “બાર પૂર્વી અને તેર ચૉકા” જે ખાવાપીવાના સંબંધમાં રિવાજ ચાલતો હતો. પરમાત્માની દરબારમાં કઈ ઉંચ નીચ નથી. માટે સર્વ ધર્મ અને ન્યાયના માણસને એકજ ધર્મની છાયામાં લાવવાના ઉદ્દેશથી તેમણે તિન્ય સંપ્રદાય સ્થાપી એ ઉપદેશ આપવા માંડયો કે “ બધી જ્ઞાતિના માણસો ભક્તિથી શુદ્ધ થાય છે, પરમાત્માની દરબારમાં કોઈ ઉંચ નીચ નથી. માટે દરેકે પરમાત્માની ભક્તિ કરવી. પૂર્ણ નિસંશય રહી નિરંતર ભજન કરવું. મોક્ષ પુંજા ક્રિયામાં નથી, પણ ધ્યાનમાં છે. ધર્મગુરૂની આજ્ઞા માનવી. લેાહીનું એક ટીપું પાડવું એ ઈશ્વરને માટે અપરાધ કરવા બરાબર છે માટે હિંસા કરવી નહિ.” એ પ્રમાણે ઉપદેશ આપી શ્રી કૃષ્ણની ભક્તિ તથા પુજા કરવાને મનોરંજક ભક્તિ માર્ગ સ્થાપ્યું.
શરૂઆતમાં શાંતિપુરમાં અને પછી જગન્નાથપુરીમાં પોતાના મતનો પ્રચાર કર્યો. ત્યાર બાદ કંડકારણ્ય થઈને સેતબંધુ રામેશ્વર ગયા હતા અને ત્યાંથી વંકાવન વિગેરે ઠેકાણે જઈ ઉપદેશ આપવાનું કામ કર્યું હતું. આખા એઢીયા અને બંગાળમાં ફરીને વિષ્ણુ તથા જગન્નાથજીની પુંજા ભક્તિ કરવાનો ઉપદેશ કરવા માંડ્યો. તેમણે મુસલમાનોને પણ શિષ્ય કર્યા હતા. આવી રીતે આખા બંગાળને ઓઢીયામાં ભક્તિ પ્રાધાન્ય વૈષ્ણવ માર્ગને તેમણે પ્રચાર કર્યો હતો. જગન્નાથજીમાં સર્વ માણસેએ સાથે બેસી જમવાને રિવાજ હજુ પણ ચાલે છે તે આ મહાત્માના ઉપદેશનું જ પરિણામ છે.
આ પંથમાં પ્રત્યેક જાતના માણસે છે, તે પણ જે ગોસાઈએ ચિતન્યના પ્રથમ શિષ્ય હતા તેમના વંશજોનું વડપણ તેઓ સ્વિકારે છે. તેમાં કુંવારા અને પરણેલા બેઉ દાખલ થઈ શકે છે. બ્રહ્મચારીઓ અને ભીખ માગતા વેરાગીઓ પણ આ પંથમાં છે, તથાપી તેમના ધર્મના ઉપદેશકે ઘણું કરીને પરણેલા માણસે જ છે. તેઓ કૃષ્ણના મંદિરની આસપાસ જથાબંધ બાંધેલાં ઘરોમાં કુટુંબ સાથે રહે છે. તેમના મઠમાં કુંવારા બાવા અને કુંવારી ખાવીઓ પણ રહે છે.
આ પંથમાં પણ કૌંભાજ, સ્પષ્ટદાયક, સાહુજ વિગેરે પેટા પંથે પડી ગયા છે. કર્તાલાજ એ પંથના સ્થાપનાર કચેચપારા સ્ટેશન
પાસેના ગેસવાળા ગામના રહીશ રામસરનપાળ નામનો સગેપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com