________________
૧૨
વાદવિવાદ કરી તેમાં જીત મેળવી વેદના કર્મ માર્ગને ગાણ અને જ્ઞાન માર્ગને પ્રાધાન્ય ઠરાવ્યો.
કેવલાદ્વૈત આ મતના સ્થાપક શંકરાચાર્યને જન્મ ઈ. સ. ૭૮૯ માં કેરલ દેશમાં શિવગુરૂ બ્રાહ્મણની સતિ નામની સ્ત્રીને પેટે થયો હતો, તેમનું જન્મ નામ શંકર હતું. જયારે તેઓ ત્રણ વરસના થયા ત્યારે તેમના પિતાજી દેવલોક પામ્યા, તેથી તેમનાં માતાજીએ તેમને પાંચમે વજાઈ સંસ્કાર કરાવી ગુરૂગૃહે ભણવા મૂક્યા હતા. શંકરની બુદ્ધિ એવી તે તેજ હતી કે તેઓ એક વખત ગુરૂમુખેથી સાંભળતા કે તુરત જ શીખી જતા હતા. સાત વરસ અભ્યાસ કરી શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છંદ અને જતિષ એ છ અંગ સહિત વેદનું અધ્યયન કરી સર્વ વિથા સંપાદન કરી, પિતાને ગામે આવી માતાજી પાસે રહેવા લાગ્યા. તેમની અલૈકિક શક્તિની કીર્તિ ત્યાંના રાજા રાજશેખરના કાને આવતો તેમણે કેટલીક ભેટ સાથે પોતાના પ્રધાનને શંકરને ઘેર મોકલ્યા અને પિતાની પાસે તેમને તેડી લાવવા કહ્યું. તે પ્રમાણે પ્રધાને શંકરને ત્યાં જઈ ભેટ ધરી રાજદરબારમાં પધારવા વિનંતી કરી, પરંતુ શંકરે એ ભેટ ન સ્વિકારતાં કહ્યું કે “અમારે બ્રહ્મચારીને ભિક્ષા એજ ભેજન છે; મૃગચર્મ પહેરવું અને ત્રીકાળ સ્નાન સંધ્યાદિક શાસ્ત્રોક્ત કર્મ કરવાં એ અમને સુખદાયી છે. માટે તેને તજીને, આ હાથી ઘોડા અને સોના મહેરેને અમે શું કરીએ? તેથી તે પાછાં લેઈ જાઓ.” આવી તેમની નિસ્પૃહતા જોઈ પ્રધાને રાજા પાસે જઈને સર્વ વૃત્તાંત જાહેર
૧. હાલના વખતમાં આ હકીકત અતિશયેકિત વાળી લાગશે, પણ તેમાં તેવું કાંઈજ નથી. આ ૧૯ મી સદીમાં પણ કલકત્તાના સુપ્રિમ કોર્ટના એક માછ જજ ડો. જેન્શન ત્રણ વર્ષની હાની વયમાં લખતાં વાંચતાં શીખ્યા હતા અને ૨૮ ભાષા જાણતા હતા. પ્રસિદ્ધ ભારત માર્તડ પંડિત ગટલાલજી છ વર્ષની ઉમ્મરે કાવ્ય શાસ્ત્ર, સાતમે વર્ષે અમરકોશ અને આઠમે વર્ષે વેદ શીખ્યા હતા. નવમા વર્ષે બંને આંખે નાશ થયા છતાં પણ શાસ્ત્રના અધ્યયનથી બહોળું જ્ઞાન મેળવી સારી કિર્તિ સંપાદન કરી શકયા હતા.
૨. કયાં આદ્ય શંકરાચાર્યજીની નિસ્પૃહતા અને હાલમાં ગાદી ઉપર બેસવા માટે શંકરાચાર્યોનું કોર્ટોમાં કેસ લડવા દેડવું !!! જમીન આસમાને
નને ફેર... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com