________________
૧૦૫
રહ એવો ઉપદેશ આપી એકાત્મ ભાવ પ્રસા.' દ્વારિકામાં શારદામઠ, જગન્નાથજીમાં ગોવર્ધન મઠ, હરિદ્વારમાં તિર્મઠ, મહેસુરમાં અંગેરી મઠ અને કાશીમાં સુમેરૂ મઠ સ્થાપી તે મારફતે જનસમાજને સતત ઉપદેશ મળે એવી ગોઠવણ કરી. તથા બ્રહ્મસુત્ર, ભગવદ્ગીતા અને દશોપનિષદ વિગેરે ઉપર બ્રહ્મવિદ્યા પ્રતિપાદક ભાષ્ય રચ્યાં. આવી રીત જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગને યથાયોગ્ય ઉપદેશ આપી વેદધર્મની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરી શંકરાચાર્ય પોતાની ૩૨ વર્ષની નહાની ઉમ્મરમાં બદ્રીનારાયણમાં સમાધિસ્થ થયા. તેમના પછી તેમના શિષ્યોએ ઉપદેશ આપવાનું કામ જારી રાખ્યું છે. હાલ આર્યાવૃત્તમાં શબ્દ અકતમત કેાઈ ઠેકાણે ચાલતા નથી અને પુરાણાના સંસગને લીધે તેમાં પણ ઘણા ફેરફાર થઈ ગયા છે. જયારે કેટલાએક શંકરાચાર્યના સોપદેશને સમજી ન શકવાથી શુષ્ક વેદાંતિ–ફક્ત બાલવા માત્રમાં જ જ્ઞાની-થઈ ગયા છે. આ રીતે પ્રકારમંતરે આ મત ચાલુ છે, અને બ્રાહ્મણ માત્ર આ ધર્મના અનુયાયી છે. તેમ આઇ શંકરાચાર્યને જગદગુરૂના માનપ્રદ પદથી આજે હિંદુઓ ઓળખે છે. તેમના ઉપદે શથી વર્ણ વ્યવસ્થાનું બંધારણ મજબુત થયું અને જૈન તથા બાદ ધર્મમાં લાકે જતા અટકી પડયા.
આ મતમાં પણ પાછળથી કેટલાએક પંથ થયા છે. દશનામી [] હાલમાં શારદા મઠ માટે તકરાર પડી છે; અને ડર, પ્રભાસપાટણ તથા
દ્વારિકા એમ ત્રણ સ્થળે જુદા જુદા સંન્યાસીઓએ આ માની ગાદીએ સ્થાપી છે. ગેરી મઠના પગ વિભાગ પડી ગયા છે; અને મહેસુર, શંખેશ્વર, તથા કરવીર [કોલ્હાપુર)માં એ મઠની ગાડીઓ થએલી છે. જ્યોતિર મઠ ઉશ્કેદ થયેલો છે, છતાં પણ ઘણું વેષધારી સંન્યાસીઓ તે મઠના શંકરાચાર્યનું પદ ધારણ કરી ફરતા જણાય છે. આ સિવાય ધોળકા, પાટણ, અને ડેસર વિગેરેમાં પણ જુદા જુદા સંન્યાસીઓએ ગાદી સ્થાપી
શંકરાચાર્યનું પદ ધારણ કરેલ છે. [૨] શાક્ત પંથના એક માણસે શંકરાચાર્યને ઝેર આપ્યું હતું, તેથી તેમને
લોહી પડવા લાગ્યું હતું. જો કે પલપાદાચાર્યે દવા કરવાથી સમાજ આરામ કર્યો હતો, તે પણ છેવટે તેથી તેઓ હાની ઉમ્મરમાં સમાધિસ્પ થયા હતા. પણ ખરા મુખ્ય ધર્માચાર્યો, આવી આફતના ભાગ થઈ
પડેલા જણાય છે. થિ ગિરિ, પુરી, ભારતી, સાગર, આશ્રમ, પર્વત, તીર્ષ, સરસ્વતિ, વન અને
આચાર્ય જે નામની અંતે હોય તે દશનામી સંન્યાસી હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com