________________
૧૦૮
સુદ્રથી તે શ્રેષ્ઠ ગણાતા બ્રાહ્મણ સર્વ એક પંગતે બેસી જમતા તેથી નીચવણું ઘણી દાખલ થઈ. રાજયને પ્રજાને અસવના હાથમાં હોવાથી તે પિતાના સંપ્રદાયના અનુયાયીઓને મોટી મદદ આપતા અને હમેશ પોતાના મતના માણસોને મિષ્ટાનાદિથી ખુશી રાખતો; તેથી ચોર
વ્યભિચારી, દુર્વ્યસની, કંછંદી, લાલચુ અને આળસુ લેકે આ સંપ્રદાયમાં સંખ્યાબંધ દાખલ થયા. આ સમયમાં બ્રાહ્મણ અને જેને વચ્ચે ધર્મ સંબંધી તકરાર ચાલતી હતી તેથી ખસવના આ સંપ્રદાય તરફ બ્રાહ્મણે એ લક્ષ આપવાની દરકાર કરી નહિ. આ કારણથી આ સંપ્રદાયમાં માણસની ભરતી ઝપાટાબંધ થઈ. એકલા કલ્યાણી શહેરમાં જ તેના બાર હજાર અનુયાયી થયા હતા. આમ ઘણી વખત ચાલ્યા પછી કચેરીના કેઈ અમલદારે રાજા સાહેબને ચાડી કરી તે જાણવામાં આવતાં બસવ કલ્યાણીથી નાઠે, પરંતુ રાજા તેની પછવાડે પડો તેથી બાર હજાર લિંગાયતેને લઈને તે રાજાની સામે થયે, અને તેને લડાઈમાં હરાવી તેની સાથે સંધી કરી. રાજાએ ફરીથી ખસવને કારભારી નાખ્યો, પણ બસવના પેટમાં ભય હેવાથી તે રાજાનું કાટલું કરવાના પ્રપંચમાં હતા. બીજલ રાજા કેટહાપુરના મહામંડલેશ્વરે કરેલું બંડ શાંત કરીને કલ્યાણ આવતો હતો, ત્યારે જગદેવ અને બોમ્બીદેવ નામના લિંગાયતે જે રાજાના મસાલચી હતા, તેમને સમજાવી તેમના હાથે રાજાને મરાવી નાંખી બસવ નાશી ગયે. આ વાતની રાજાના પુત્ર વિરવિજલને ખબર પડવાથી મલબાર કિનારે વિરીશપુરમાં બસવ સંતાઈ ગયો હતો ત્યાં જઈને તેણે ઘેરે ઘાલ્યો. બસવને બચાવ ન સુઝવાથી તેણે વાવ્યમાં પડી આપઘાત કીધો. આ વાતની વિવિજલને ખબર પડતાં તેણે તેના શબને બહાર કઢાવી ગઢ બહાર ફેંકી દેવડાવ્યું, તે દિવસથી એ શહેર ઉળવી કહેવાય છે. આ ગામને લિંગાયત કે. પવિત્ર માને છે, અને સંઘ કાઢીને ત્યાં જાત્રાએ જાય છે. લિંગાયત લેકે કહે છે કે મળપ્રભા અને કૃણુ નદીના સંગમ ઉપર સંગેમરેશ્વર નામે લિંગ છે, તેમાં બસવ પેસી અદશ્ય થયો.
કર્ણાટકના દક્ષિણ ભાગમાં, કાનડા છલામાં, નીઝામના રાજ્યમાં, કેહાપુરના રાજ્યમાં અને અલ્લારી જીલ્લો તથા મહેસુર રાજ્યમાં આ સંપ્રદાયના અનુયાયીઓની વસ્તી છે. આ સંપ્રદાયના અનુયાયી ૨૬ લાખના અંદાજે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com