________________
૧૦૭
તે વખતે કલ્યાણના જેનધમાં બીજલરાજ મહાદેવ ભટ નામના તૈલંગી બ્રાહ્મણની પદમાવતી નામની પુત્રીને જબરાઈથી પરણ્યો હતો. ત્યારબાદ મહાદેવ ભટને ખસવ નામનો છોકરો ઈ. સ. ૯૫૮ માં થયો હતો, તે છોકરો ન્હાનપણથી જ હશિઆર અને બુદ્ધિશાળી ણાતાં ત્યાંના રાજના પ્રધાને રાજાના સાળાની મોટી ઓથ થશે એમ સમજી પિતાની છોકરી ગંગાદેવીને તેની સાથે પરણાવી હતી. બસવને સસરો બળદેવ તે રાજયના પ્રધાન અને રાજા તે તેને બનેવી હેવાથી રાજ્યમાં તેને સારી જગ્યા મળી હતી અને પ્રધાનના મર્થ બાદ પ્રધાનપદ પર તેની નિમણુંક થઈ હતી, તે ઉપરાંત સિન્યાધિપતિ અને જામદારખાનાના ઉપરી તરીકેનો એદ્ધા પણ તેને મળ્યા હતા. '
બસવને સંપૂર્ણ રાજકારભાર સોંપીને રાજા એક બીજી યી સાથે લગ્ન કર્યું હતું તેની સાથે રંગભોગ વિલાસમાં નશ્ચિતપણે પડયા રહેતો હતો. બ્રાહ્મણ થઈને જેન રાજાને કન્યા આપવાથી બસવને તેના કુટુંબ સાથે બ્રાહ્મણોએ જાતિ બહાર મૂકેલો હતો, તેથી તે બ્રાહ્મણે ઉપર ગુસ્સે ભરાયેલા તો હતો જ, માટે આ અનુકુળ પ્રસંગ જોઈને તેણે જ્ઞાતિબંધારણની સત્તા તુટે તેવો એક પંથ સ્થાપવા પ્રયત્ન કર્યો.
શરૂઆતમાં બસ જૂના અમલદારોને કાઢી મૂકી તેમની જગ્યાએ પોતાને અનુકુળ અમલદારો નીમી દીધા, મોટા મોટા ગરાસીયા અને ઈનામદારોને પણ તેમની જમીન જપ્ત કરવાની બીક બતાવી તેથી તે
કે પણું બસવના પક્ષમાં મળી ગયા. આવી રીત રાજ્યના તમામ માણસોને પક્ષમાં લઈ બસ નવા ધર્મ પંથની શરૂઆત કરી. જાતિબેદ મુદલ પાળ નહિ, શિવ તથા તેના નંદીને ભજવાથી કલ્યાણ થાય છે, ગળામાં શિવલિંગ રાખવું, માંસ ખાવું નહિ, કઈ વસ્તુ ઈશ્વરને (લિંગને) અર્પણ કર્યા વિના ખાવી કે વાપરવી નહિ, એ સિદ્ધાંત ઠરાવી જણાવવા લાગ્યો કે હું નંદીને અવતાર છું, અને જગતને સારો બાધ કરવા આવ્યો છું વિગેરે ઉપદેશ આપી લિંગાયત સંપ્રદાયની
સ્થાપના કરી. આ સંપ્રદાયને વિશૈવ અથવા જંગમ સંપ્રદાય પણ કહે છે. બસ શિવલિંગ પુજા કાયમ રાખો રાજ્ય સત્તા પોતાના હાથમાં હોવાથી સામ, દામ, બેદ અને દંડના ઉપયોગથી પંથની વૃદ્ધિ કરવા પ્રયત્ન કર્યો હતો. જાતિભેદ રાખ્યો નહોતે, સર્વને માટે આ સંપ્રદાય
માં દાખલ થવાના દરવાજા ખુલ્લા રાખ્યા, તેથી છેક હલકામાં હલકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com