________________
૧૦૬
સન્યાસી, જેએ બ્રાહ્મણ જાતિનાજ હેાય છે, તેએ મઠાધિસ્થ આચાઊંને નમે છે, શિવલિંગ પુજે છે અને ત્રીદડ, કમંડળુ, દ્રાક્ષ તથા ભસ્મ ધારણ કરી ફરતા કરે છે. ખાખી સાધુ પણ સંન્યાસીઓની પેઠેજ વર્તે છે. નાગડા સાધુઓની જમાત સ્વતંત્ર છે, ને કાઈ મઠના શંકરાચાને નમતા નથી અને ભગવાં ધારણ કરી કરતા કરે છે, તથ । શિવલિંગને પુજે છે. સંન્યાસથી પણ જ્ઞાનમાર્ગમાં આગળ વધી સમયતા ગ્રહણ કરી પરબ્રહ્મભાવ પામ્યા હોય છે તેવા પરમહંસ પણ સ્વતંત્ર છે. એ સિવાય અતિત, અલખનામી, અવધુત, કુટીચર, બહુદુક, કડાર્લિંગી, ઉવ ખાહુ, આકાશમુખી, નખી, રૂખરસ, સુખરસ, વિગેરે આ મતના સાધુઓના ઘણા પથ છે. તે સર્વ શિવલિંગને પુજે છે અને રૂદ્રાક્ષ, તથા ભસ્મ ધારણ કરી કરતા કરે છે તથા ભીખ માગી ગુજારા ચલાવે છે.
લિ'ગાયત અથવા વિરાવ સપ્રદાય.
ઈ. સ. ના ૯ મા સૈકામાં દક્ષિણમાં જૈનધર્મનું જોર વિશેષ હતું. [૧] અતિત—શિવ અને દેવી બંનેના ઉપાસક છે, અને તેનાં દહેરાંના પુ જારી છે. લગ્ન કરતા નથી, ધંધા કરતા નથી, પણ સદા ત્યાગી રહે છે. એમનામાં પણ ઘણા ભેદો છે. તેમાં કોઈ લગ્ન કરીને સંસારી થાય છે અને ઉધમ પણ કરે છે. હૈદ્રાબાદ અને કચ્છના અતિતાની પેારબંદર, મુબાઈ, ભુજ, અને હૈદ્રાબાદ વિગેરેમાં મશહુર શરાફી પેઢીએ છે. કેટલાએક નોકરી કરે છે. તેમાંના કેટલાએક મઠાધિપતિ છે, કેટલાક જમીનદાર પણ છે. લખનાર, સીતામડી, ગોરખમઢી, તારનેતર, શીંગનાડા, ગોપનાથ, વિગેરેના મઠાધિપતિએ મેાટી મિલ્કતવાળા છે. આ લોકો હિંદુસ્થાનના દરેક ભાગમાં છે. યુ પી॰ માં છે તે સહુ સાથે નમે નારાયણ કહે છે. અલખનામી—મી કૈંક સાહેબના લખવા પ્રમાણે આ મતને સ્થાપનાર લાલગીર નામના ચમાર હતા. ભીખ માગતી વખતે અલખ શબ્દના ઉચ્ચાર કરે છે અને ઊંચી ચાંચદાર ટોપી તથા કામળી પહેરે છે.
અખત—મંત્ર તંત્ર માટે પ્રસિદ્ધ છે. તિ યાત્રા કરી ભીક્ષાથી ગુજરાન ચલાવે છે. તેમની સ્રીએ-અબધુતાનીઓ પણ સ્ત્રીઓને ગુરૂમંત્ર આપી પેાતાના ૫થમાં દાખલ કરે છે. આ લોકોની વસ્તી દક્ષિણમાં છે.
આકાશમુખી આકાશ તરફ મ્હાં રાખી ફ્રે છે, ઉર્ધ્વબાહુ હાથ ઉંચા રાખી ફરે છે, નખી નખ વધારે છે, ડાલિ`ગી શિવલિંગવાળાં કડાં પહેરે છે. એ પ્રમાણે બીજા પણ સમજવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com