________________
૧૪
અથર્વવેદને વિદ તરીકે સ્વિકારતા નથી, પરંતુ એમ માનવાવાળા ભૂલ કરે છે, કેમકે મહાભારતના શાંતિપર્વના અધ્યાય ૨૩૬ માં લખ્યું છે કે વિદમાં કર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણ બ્રહ્મવિઘાનાં અંગ સમાયેલાં હેિવાથી તેને ત્રયી કહેવામાં આવે છે અને ન સમ, યજ્ઞ અને અથર્વ એવા ચાર વેદ છે. કર્મ, ઉપાસના (એટલે ભકિત) અને જ્ઞાનને.
અરસપરસ સંબંધ. આપણે આગળ જોઈ ગયા કે પ્રાચિન ઋષિ મહર્ષિઓ વિદદ્વારાએ સંસારની ખટપટમાંથી છુટકારો મેળવવા તથા આ લોકમાં સુખરૂપ જંદગી ગુજારી છેવટે અક્ષય સુખ એટલે મોક્ષ મળે તે સારૂ (૧) કર્મ, (૨) ઉપાસના એટલે ભક્તિ અને (૩) જ્ઞાન એ ત્રણ માર્ગ બતાવી ગયા છે. શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય જણાવે છે કે“નાન્યઃ સ્થા વિરે શsfજ મુજયા ત્યાāરે વાર મુમુક્ષૌ” (સંદિ.૮૬).
“જ્ઞાન વિના બીજે કંઈપણ મુક્તિનો માર્ગ નથી વિગેરે વેદવાક્યોથી સિદધ થાય છે કે કેવળ જ્ઞાનથી જ મોક્ષ એટલે કદાપિ નાશ ન થાય તેવા અક્ષય સુખને સાક્ષાત અનુભવ થાય છે” અને કર્માદિ તેનાં
અવાક્તર સાધન છે. ન કર્મળા પનામા પુણસુતે (ભ.ગી. અ. ૩ . 4 )
“કર્મ કર્યા સિવાય જ્ઞાન થતું નથી” તેમજ જ્ઞાન સિવાય ભક્તિ પણ નકામી છે; કેમકે જાણ્યા સિવાય ભજાતું એટલે મનાતું નથી અને માન્યા એટલે ભજ્યા સિવાય જાણ્યું જણાતું નથી. સાન થયા સિવાય સતકર્મ થતાં નથી અને સતકર્મ સિવાયની ભક્તિ નિરર્થક છે. આમ હોવાથી એ ત્રણેને અરસપરસ કાર્યકારણરૂપ સંબંધ છે, તેથી તે એક બીજા વિના ટકી શકતાં નથી. જેમ શુદ્ધ પાન, કાથા અને ગુનાને યથાયોગ્ય સંગ થવાથી સર્વોત્તમ લાલ રંગ પેદા થાય છે અને તે ત્રણ પૈકી એકાદ ચીજના અશુદ્ધપણાથી કે કમીપણાથી તેમાં ખામી રહે છે. તેમજ શુદ્ધ કર્મ, ભક્તિ અને જ્ઞાનને યથાયોગ્ય સંયોગ થવાથીજ જીવનના સાફલ્યરૂપ શ્રેષ્ઠ પદ મોક્ષને પમાય છે; અને તે પૈકી એકાદના અશુદ્ધપણાથી અથવા કમીપણાથી તેમાં વિક્ષેપ થાય છે. માટે મોક્ષની ઈચ્છાવાળાને તો ત્રણે સાધનની જરૂર છે. આ કારણથી સર્વ
બાબતોને વિચાર કરી ભગવાન મનુ મહારાજે કર્માદિ કરવાની આજ્ઞા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com