________________
પુરાણોમાં વર્ણવેલા શ્રીકૃષ્ણના જન્મ વૃતાંતનું સિંહાવકન કરવા માટે તે આ પુસ્તક જેવાં બે ચાર પુસ્તકો લખવાની જરૂર પડે તેમ છે. તે પણ તેનું સંપિમાં અવલોકન કરવું અસ્થાને નહિજ ગણાય. s, “સર્વ ઉપનિષ મા.....એ શ્લોકમાં ઉપનિષદ રૂપિ ગાયનું દહન કર
નાર હોવાથી શ્રીકૃષ્ણને ગોવાળ, તેમાંથી સાર રૂ૫ માખણ શેાધી (ચોરી) ગીતાજી રૂપે પ્રસિદ્ધ કરી સર્વ મુમુક્ષા (અજ્ઞાન હોવાથી માંકડાં) ને પાયું. એ મૂખ્ય મતલબને કાવ્યની છટા લાવવા માટે અલંકારિક ભાષામાં શ્રી કૃષ્ણને ગોવાળ, માખણ ચોરનાર અને માખણ ચેરીને માંકડાને ખવાડ- .
નાર વર્ણવ્યા છે. (હ) વાદવિવાદથી જનસમાજમાં ફેલાયેલા વેપને (ઝરને) તેમણે ઉપદેશ આપી
સર્વને સમજાવી તેને અટકાવી (ચુશી લેઈ) તેમની પાપતિ (પુતના) નો નાશ કર્યો, અને આવી રીતે તૃણવત્ કંટાને પતાવી (તૃણાસુરને મારી) વિદ્વાનોને (રૂષિઓને) રાજી કર્યા. આ હકીકતને પણ રૂપાંલંકાર આપી
પુતનાનું ઝેર ચુશી મારી નાંખી અને તૃણાસુરને મારી રૂષિને ખુશી ર્યા. ૧) શ્રી કષ્ણ મહારે પુત્ર છે, મારી આજ્ઞા આધિન (બંધાયલા) છે, તેથી જય
વિજય મહારેજ થવાને એવા અભિમાનમાં જ સેદાજ આવેલાં, તેમને પણ શ્રીકૃષ્ણ સદુપદેશ આપી તેમનામાં સમાયેલા હુંપદ મમપદ (બે વૃક્ષો કાં ) નો નાશ કર્યો. આ હકીક્તનું વર્ણન કરતાં “શ્રીકૃષ્ણને જસેદાજીએ દામણાથી (પ્રેમ રૂપિ રસીથી) બાંધી લીધા હતા, તે દામણ સહિત તેઓશ્રી દેડયા અને તેમને વિષણુના શ્રાપિત થયેલા બે દ્વારપાળે (જય, વિજય) જે ઝાડ રૂપે ઉત્પન્ન થયેલા હતા; તેને ઉખેડી નાંખી તેને
ઉદ્ધાર કર્યો ” એમ વર્ણવેલું છે. (4) શ્રીકૃષ્ણ શાંતિથી વાદ (વાછાસુર !) નો નાશ કર્યો અને ત૫થી (શમ,
દમ, વિવેક, વૈરાગ્ય, અને પ્રાણાયામાદિથી ) મોહ (બગાસુર!) નો નાશ કર્યો. બાળકોને ભણાવવાને લોકોને બંધ કરી તેમનામાં ભરાયેલા આળસ (અગાસુર) ને નાશ કરી બાળકોમાં નવીન ચેતન (જંદગી) આપ્યું તેનું પણ શ્રીકૃષ્ણ વાચ્છાસુરને નાશ કર્યો, બગાસુરને માર્યો, અને અગાસુરને મારી બાળકને જીવતાં રાખ્યાં એનું વર્ણન છે » શ્રીકૃષ્ણના સમયમાં કેટલીક મદનના મદમાં મસ્ત બનેલી યુવતિઓ ધર્મ નિતિનો વિચાર કર્યા વિના યમુનાજીના કિનારે કપડાં ઉતારી નગ્ન સ્નાન કરી તોફાન મચાવતી હતી, તેની ખબર મળતાં તેમણે રામ રાખ્યા સિવાય ત્યાં જઈ અભય કદમરૂપ શાસ્ત્રના આધારે રીએાના કર્તવ્ય
ઉપર હદયદક જુસ્સાદાર વ્યાખ્યાન આપી તેમનામાં સમાયેલા અજ્ઞાનનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
a, Surat