________________
(૭) લોકોને પાપ કર્મથી અટકાવવા માટે અમુક પ્રકારનું પાપ કરનારને અમુક પ્રકારની ભયંકર શીક્ષા મૃત્યુ પછી યમદુતે કરે છે તેને રોમાંચ ખડાં થાય તેવાં વર્ણન કરેલાં છે.
( ૮ ) બોદ્ધ ધર્મના મોટી સંખ્યાના લોકેની તે ધર્મ ઉપર સારી આસ્થા જોઈને બાદ પણ વિષ્ણુને એક અવતાર છે એમ પુરાણમાં દાખલ કરી તે ધર્મના લોકોને પણ પોતાના ધર્મમાં ખેંચવાનો પ્રયાસ કરેલો છે.
( ૯ ) જે પંચ મહાય દરરોજ આર્ય કુટુંબ કરવા જોઈએ એવી પ્રથા ચાલતી હતી તેમાં પણ સરળતા કરી કેઈ સારા વિદ્વાન બ્રાહ્મણને પંચભાગ આપવાનો રિવાજ કર્યો.
( ૧૦ ) આર્ય લોકો માં જે ૧૬ સંસ્કાર થતા હતા, તેમાં પણ સરળતા માટે ફેરફાર કરી દીધા.
( ૧૧ ) મુસલમાન રાજ્યના અમલમાં હિંદુ વીઓનું બળાત્કારે મુસલમાનો હરણ કરી બીબીઓ બનાવતા હતા, તેથી તે સમયમાં રચાયેલાં પુરાણોમાં–અથવા તે પહેલાં રચાયેલાં પુરાણમાં બાર વરસની ઉમ્મરની અંદરજ કન્યાનું લગ્ન કરાવી દેવું, તેમ ન કરનારનાં માતા,
* જુઓ ગરૂડપુરાણ ચોખા, દાળ, આર્ટ, મીઠું અને ધી એ પાંચ ચીને એક થાળીમાં મુકીને બ્રાહ્મણને આપવું તેને પંચભાગ કહે છે. જાતકર્મને બદલે ગળથુથી, નામ કરણને બદલે છઠ્ઠી, નિખમણ અને અન્ન પ્રાશન તે કેદ કરતું જ નથી. ચાલને બદલે બાધા ઉતાવે છે. જનોઇ સંસ્કાર બ્રાહ્મણ સિવાય બીજા કરતાજ નથી, અને બ્રાહ્મણે પણ આખા બાર વરસને વિધિ ચાર કલાકમાં આપી જનોઈ રૂપે તેનું નાટક કરે છે! અને ત્યાર પછીના તો બીજા સંસ્કારે કઈ કરતું નથી. ફક્ત અંછી સંસ્કાર મણ વખતે થાય છે, પણ તે વિધિ સહ તો નહિ જ. કોઈ કે શ્રીમંત સંસ્કાર કરે છે ખરા, પણ તે પ્રાચીન વિધિ પ્રમાણે નહિ. જ્યારે
ઈ સ્ત્રીને સંતાન થતાં નથી ત્યારે કઈ ભૂત પ્રજા થવા દેતું નથી એમ માની તિર્થમાં જઈને નારાયણ બલિ કરે છે; પરંતુ વિર્યરક્ષા ન કરવા રૂપ
મહાભૂતને તો કોઈ વિચાર સરખેય કરતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com