________________
- લાભ, મળ, ઉપાય, દેશ, અવસ્થા, વિશુદ્ધિ, દીક્ષાકારીત્વ, બલ એ આઠપંચક અને જૈશ્ય, ઉત્કૃષ્ટ તથા યથાલબ્ધ એ ત્રણ વૃત્તિઓને જાણનાર અને તેનું અન્યને જ્ઞાન કરનાર ગુરૂ મનાય છે. મિથ્યા જ્ઞાનાદિ પંચમલ પશુત્વ ( જીવવ ) નાં મૂળ છે, માટે ગુરૂ વિગેરે તરફથી જ્ઞાન મેળવી તેમાં વધારો કરવો એ ઈષ્ટ છે. ભીક્ષા માગીને ખાવું કે છોડેલું ખાવું કે રસ્તે પડેલું ખાવું, એથી મિથ્યા જ્ઞાનાદિ મલ કમી થાય છે. જપ ધ્યાનાદિ ક્રિયાઓથી આત્મા અને ઈશ્વરને સંબંધ થાય છે. ભસ્મજ્ઞાન, ભસ્મશયન, હાસ્યાદિ વડે સેવન એ વ્રત છે અને ઊંયા વગર ઊંઘેલાના જેવાં ચિન્હ દેખાડવાં, શરીર કંપાવવું, નિંદ કર્મ કરવા અને નિંઘ શબ્દ બોલાવા એ યોગનાં દ્વાર છે ! દુ:ખને ઉરછેદ અને એિશ્વર્યની પ્રાપ્તિ એ બે આ શાયનાં ફળ છે અને તેને મોક્ષ માને છે. આ મત માનનારા દક્ષિણમાં છે.
પ્રચલિઝા આ માર્ગ કાશ્મીરમાં અભિનવ ગુણાચાર્યે ઈ. સ. ના ૬ મા સેકામાં સ્થાપેલો છે. આ માર્ગને મુખ્ય સિદ્ધાંત એ છે કે જીવ શિવથી ભિન્ન નથી અને દશ્ય જગત શિવને અવભાસ છે. મતલબ કે શિવ
રછાથી અને સ્વક્રિયાથી જગદુ રૂપે અવભાસે છે. પ્રમેય અને પ્રમાતા એક બીજાથી ભિન્ન નથી, પણ અનાદિ અજ્ઞાન (અવિઘા) થી પ્રમાતા પિતાને પ્રમેયથી ભિન્ન જુવે છે, માટે અજ્ઞાન નિવૃત્તિની કર્તવ્યતા રહે
છે. માટે અજ્ઞાનની નિવૃત્તિ કરવા લક્ષ આપવું જોઈએ. તે માટે યોગાદિ ક્રિયાથી શિવનું ભજન કરવું. આ સંપ્રદાયના ગોસાઈ, સંન્યાસી અને સાધુ ઘણા છે. અને ત્રિપુંડ, ભસ્મ, રૂદ્રાક્ષ ધારણ કરે છે. શિવલિંગની પુંજા કરે છે, ને શિવભકિત પરાયણ રહે છે. આ મતના માનનારા કાશમીર તરફ વધારે છે.
રસેશ્વર, આ મત પણ શિવ માગી છે. આ મત પણ ઈ. સ. છઠા શતકમાં ઉદ્ભવેલો જણાય છે. પ્રત્યભિજ્ઞા માર્ગમાં મોક્ષની વ્યવસ્થા કરી તે ઠીક છે, પરંતુ શરીર ૨૫ સાધન વિના તે સંપાદન કરી શકાય નહિ માટે શરીરને અમર કરવાની વાત પ્રથમ સાધવી જોઈએ, અને મત પ્રસ્કાશ કરી તેમના કાઈ શિખે મત સ્થાપન કરેલા છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com