________________
( ૧૫ ) ચેપી રોગોનો ફેલાવો ન થાય તે સારૂ મરનાર મનુષ્યને અંત્યેષ્ટિ સંસ્કાર કરનારને સ્નાન અને તેની સાથે વધુ વખત રહેલાં સગા સંબંધીઓને સ્નાન ઉપરાંત સુતક વિગેરે ઠરાવી તેમને દુર રાખવા પ્રયત્ન કર્યો છે. તેવી જ રીતે હલકા ધંધા કરનારા (અસ્પૃશ્ય જાતિ ) એને પણ અડવાથી સ્નાનાદિ વિધિ કરવાનો પ્રબંધ રચ્યો છે.
છે) અને યોગ્ય સમયે તે કર્મના કર્તાને ફલદાતા નિવડે છે એટલે વાયુમાં. ગુપ્ત ચિત્ર આવિર્ભાવ પામી સ્થલ સૃષ્ટિમાં જણાય છે માટે પ્રાણી માત્રના કર્મને હિસાબ લખનાર ચિત્રગુપ્તજ. અને કર્મનો નિયમનાર પણ બ્રહ્મા (વાયુ) અને એ સર્વની વાત જાણનાર વિદ્યારૂપ સરસ્વતિ તેજ વિધાતા-તેજ લેખ લખનારી.
પાપનું ભક્ષણ કરનાર જ્ઞાન હોવાથી અગ્નિરૂપ શિવ પણ જ્ઞાન. ગમે તેવી દુષ્ટ બુદ્ધિના માણસને પણ સ્મશાનમાં જ્ઞાન ઉપજે છે માટે શિવ (જ્ઞાન) ને વાસ સ્મશાનજ, કામાદિ દુર્ગણે બાળનાર પણું જ્ઞાન હોવાથી કામદેવને બાળનાર પણ શિવ. યોગશાસ્ત્રમાં જ્ઞાનનું સ્થળ મસ્તક છે, મસ્તકનું નામ પણ કૈલાસ આપેલું છે. માટે શિવનું સ્થળ પણ કૈલાસ. યોગશાસ્ત્રમાં કુંડલિની શક્તિ કહી છે તે સુષ્મણદ્વારે બ્રહ્માંડ કૈલાસ) માં પહોંચી શિવ (જ્ઞાનને) ને મળે ત્યારે સમાધિ થાય છે. સમાધિનું ફળ પણ પરમાનંદ. અને પરમાનંદ થાય એટલે શુદ્ધિ અને બુદ્ધિ હાથ જોડી ઉભી જ રહે. આ તત્વોને રૂપક આપતાં શિવને કૈલાસગિરિ–પર્વત-વાસી ગર્યો ત્યારે શક્તિ (કુંડલીની) પણ પવર્તની પુત્રી પાર્વતીજ થઈઆ બંને કૈલાસ-બ્રહ્માંડમાં-વિહરે (એકત્ર થાય) તેનું ફળ સમાધિ-ગણપતિ–અને ગણપતિને પત્નિઓ પણ શુદ્ધિ અને બુદ્ધિ; પણ જ્ઞાનને પુત્ર છે અને પત્નિ પણું શી ? માટેજ પુત્રરૂપ પરિચ્છેદ (ગણપતિ) નું માથું કાપી નાંખ્યું છે. શક્તિને તે જરૂરનું છે માટે ડહાપણુના ચિનહરૂપ હસ્તિનું માથું તેના ધડ ઉપર બેસાડયું. હલાહલ ઝેર (મલેરિયા). ને પી જનાર પણ શિવ (અશ્રિ). અગ્નિમાં સુગંધી દ્રવ્યે વિગેરેની આહુતી આપી યજ્ઞાદિ કરવાથી હવા શુદ્ધ થઇ જઈ મલેરિયા નાશ થાય એ પ્રસિદ્ધ જ છે. સર્વ પ્રકાશ કરનાર મણિ
છે માટે મણિને ધારણ કરનાર સર્પ, પ્રકાશને કરનાર હોવાથી શિવ (િઅગ્નિ) નું આભુષણ. ..
સૂર્ય પ્રકાશથીજ રંગ સમજાય છે. અંધારામાં સર્વ રંગ કાળેજ જણાય છે. તેથી સૂર્યનું વાહન તે સપ્તમુખી ઘાડે (સાત રંગથી વિભૂ* પિત પ્રકાશ). સૂર્યથીજ જગતનું પોષણ થાય છે. તેની ગરમીથી પાણીનું
વરાળ થવું, વરાળથી વરસાદનું થયું અને વરસાદથી અજાતિનું પાડ્યું. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com