________________
અથવા મુક્તિ મળે એમ કરાવવા પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકેઃએકાદશીએ અપવાસ કરો, ત્રાંબાના વાસણમાં દુધ ન રાખવું, ત્રાંબાના વાસણ વાપરવાં, ખીચડી અને દુધ સાથે ન ખાવું, અળશી ઘર આગળ. રાખવી વિગેરે.
( ૨ ) નદી, પર્વત, ઉના પાણીના કુંડ વિગેરે જે જે આરોગ્ય વધારનારી ચીજો જણાઈ તેને દેવત્વ આપી તેની પુજા વિગેરે કરવામાં મહાન પુણ્ય થાય છે વિગેરે જણાવવા માટે તેનાં ચમત્કારપૂર્ણ મને રંજક મહાત્મ લખ્યાં છે. અને તેને તિર્થ સ્થળ જણાવ્યાં છે. દાખલા તરીકે –ગંગાજી, ગિરીરાજ, આબુ, દેવકી ઉનાઈના કુંડ, ટુવાના કુંડ, લસુંદ્રાના કુંડ વિગેરે. | ( ૩) પુરાણે બનતા પહેલાં તુરાની, દ્રાવિડ અને શક વિગેરે પરદેશી પ્રજા આ દેશમાં આવી રહેલી તેઓ આ દેશના નિવાસી આર્યોને સિંધુ નદી ઉપરથી હિંદુ અને દેશનું નામ પણ હિંદુ
સ્થાન કહેતા હતા. તે નામ પુરાણું કર્તાઓએ કાયમ રાખી તેમના અસંખ્ય દેવોની પુંજા (જેવી કે નાગપુજા, શિતળા પુજા, ભૂતપ્રેતની પંજા, લિંગ પુંજા, વિગેરે ) પણ પુરાણોમાં દાખલ કરી છે. અને બ્રાહ્મણે જ્યાં જ્યાં ઉપદેશાર્થે ગયા ત્યાં ત્યાંના લોકોને ર તે નમઃ જરા પતિ છતિ એ સુત્ર બતાવી તેમના દેવ પણ
સંયુક્ત પ્રાંતના સર્જન જનરલ ડે. હેન્કીને તપાસ કરી સિદ્ધ કર્યું છે કે “ગંગાનદીના જળમાં એવો અસાધારણ ગુણ છે કે તેમાં રેગકારક જતુએને સ્વભાવત: નાશ થાય છે.” મર્ણપથારીએ પડેલા મનુષ્યના મુખમાં ગંગાજળ રેડવાની પ્રથા છે તે કેટલી ફાયદારક છે? મૃતક મનુષ્યનાં અસ્થિ વિગેરે આવા જળાશયમાં નાંખવાનો રિવાજ પણ તેટલાજ ઉપયોગી છે. સાફ થએલાં હાડકાંમાં એવો ગુણ છે કે તેથી જળ શુદ્ધ અને સ્વચ્છ થાય છે તેથી કોઈ માણસને કેઈ કહે કે હાડકાં એકઠાં કરી જળાશયમાં નાંખીઆવ, તે તે કામ તે ભાગ્યેજ કરશે, પણ મૃતક મનુષ્યનાં હાડકાં આવા જળાશયમાં નાંખવાથી મરનાર સ્વર્ગ જશે આવી પુરાણું કર્તાની ચાલાકીને લીધે હજારે મૃતકોનાં અસ્થિ ગંગાજી વિગેરે જળાશયમાં આવે છે. ઉના પાણીના ઝરામાં રેડીયમ, ગંધક અને ઠંડા પાણીના ઝરામાં સુરેખારનો અંશ હોવાથી તેમાં સ્નાન કરવાથી ચામડીનાં દરદ વિગેરે સારાં થાય છે (જુઓ ઈન્ડીયન મેડીકલ ગેઝેટ ડીસેમ્બર ૧૯૧૧). પર્વતોમાં પણ અનેક પ્રકારની વનસ્પતિ રહેવાથી ત્યાંની હવા આાર
વક હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com