________________
અને પિતાને કાળ સ્થળે સ્થળે જમણુ કરી લોકોને સદુપદેશ
આપી જન સેવા કરી યોગાભ્યાસથી ઈશ્વર સ્મરણમાં ગાળતા. (1) અઝી આ છેલ્લામાં છેલો સંસ્કાર છે. અને તે મરનારને તેના
સગાં સંબંધીએ કરવાનો છે. સંન્યાસી હોય તે તે જે ગામમાં મરણ પામે તે ગામના લોકોએ કરવાનું છે. અંત્યેથી સંસ્કારના ત્રણ પ્રકાર છે. (૧) જળદાહ (૨) ભૂમિદાહ અને (૩) અગ્નિદાહ. એ ત્રણેમાં અગ્નિદાહ સર્વમાં ઉત્તમ ગણતા. જળદાહની વિધિ એવી છે કે મરનારને નદી કીનારે લઈ જઈ સુખડ, ઘી, તથા ધાડાં લાકડાંથી અગ્નિદાહ દેઈ, રાબ થોડું બળી જાય એટલે વહેતા પાણીમાં નાંખી દેતા, જેને નદીમાં રહેતા હિંસક પ્રાણુઓ ખાઈ જતા. આ દાહ વિશેષે કરીને થોડાજને કરવામાં આવતો. અન્ન ખાવા શીખ્યું ન હોય એવાં બાળકોને અને સંન્યાસીને ભૂમિદાહ કરતા. તેને વિધિ એવા છે કે ગામથી દુર મેદાનમાં કપુર ઉંડા ખાડા ખોદી તેમાં સુખડ લોબાનાદિ સુગંધી દ્રવ્યો અને મીઠું નાંખીને ઉપર શબને સુવાડી ખા બરાબર પુરી નાંખતા. બાકીનાઓને અગ્નિદાહ કરવામાં આવતો. તેને વિધિ એ છે કે મરનારને ગામની બહાર મેદાન ( સ્મશાન ) માં લેઈ જેવો. અને લાકડાની ચીતા ખડકી તેમાં તેને ચત્તો સુવાડવાં, તેના મુખ ઉપર ઘી તથા સુગંધી દ્રો મૂકવાં. અને પછી તેના ઉપર સુખકાદિ સુગંધીવાળાં લાકડાં તથા તે ન બની શકે તો જળાઉ લાકડાં ગોઠવી દઈ તેના મુખ આગળથી પ્રથમ અગ્નિ પ્રકટાવવા. અને શબ તદન બળી જાય ત્યાં સુધી પોતાની શક્તિ અનુસાર ઘી, સુખડ, કેરાં, તલ, અબીલ વિગેરે સુગંધી દ્રવ્યો નાંખતા જવું. આ ક્રિયાને અંત્યેષ્ઠી સંસ્કાર કહેતા. મરનારની પછવાડે રેવા કુટવાને તે સમયમાં સગ્ન પ્રતિબંધ હતો.
ઉપર મુજબ સોળ સંસ્કાર તથા ચાર આશ્રમના મુખ્ય સ્તવ્ય
ટૂંકમાં જણાવ્યાં છે તે પ્રમાણે આર્યો કરતા હતા. ૪. યાજન–આ કામ ફકત બ્રાહ્મણે એટલે વિદ્વાનોનું છે. ત્રીવર્ગને
યજનનાં કાર્ય વિધિપૂર્વક કરાવવાં એનું નામ યોજન છે. ૫. દાન–પિતાના ભાગમાંથી કોઈ સુપાત્રને કાંઈ પણ યોગ્ય વસ્તુ
આપવી તેનું નામ દાન છે. પણ કુપાત્રને આપવું અને સુપાત્રને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com