________________
બૃહસ્પતિના શીખવ્યા મુજબ ચાર્વાકે ઠેકઠેકાણે વ્યાખ્યાને. આપતાં કહેવા માંડ્યું કે –
निहतस्य पशोर्यझे स्वर्गप्राप्तिय दीप्यते । स्वपिता यजमानेन तत्रकस्मान्न हन्यते ॥ मृतानामपि जन्तुनां श्राद्धचेत्तप्ति कारणाम् ।
गच्छतामहि जन्तुनां व्यर्थ पाथेय कल्पना ॥ “જ્યારે યજ્ઞમાં મારેલાં પશને સ્વર્ગ પ્રાપ્ત થાય છે, ત્યારે સ્વર્ગ જેવું અદ્વિતીય સુખનું સ્થાન પશુને આપવા કરતાં યજ્ઞ કરનાર યજમાન પિતાના પિતાને મારી તે સ્થાન તેને આપે છે તે શું યોગ્ય નથી ? શ્રાદ્ધમાં પિંડપ્રદાન કરવાથી મરનાર મનુષ્યને જ્યારે તૃપ્તિ થાય છે ત્યારે પ્રવાસે જનારને ભાથું આપવાનું શું પ્રયોજન છે?”
ઉપર મુજબ આક્ષેપ કરી લોકોને સમજાવવા લાગ્યું કે “સૃષ્ટિને કર્તા કઈ છેજ નહિ, પ્રત્યક્ષ જણાતો નથી. પૃથ્વી, વાયુ, તેજ અને પાણી એ ચારે તો પ્રત્યક્ષ જણાય છે, તેનાથી બધી સૃષ્ટિ થઈ છે. એ તો તેના સ્વભાવથી જ સૃષ્ટિ કર્મ કરે છે, જ્યારે ચારેનો અનેક પ્રકારે યોગ થાય છે ત્યારે જેમ કે, સુને અને પાનના સંયોગથી. લાલ રંગ પેદા થાય છે તેમ જીવાદિ ઉત્પન્ન થાય છે. જીવ એવું ચૈતન્ય તે જડ તત્વોથી જુદું નથી; એટલે ભસ્મ થયેલો દેહ પાછા આવતો નથી માટે પુનર્જન્મ જેવું કાંઈજ નથી. મુવા એનું નામજ મેક્ષ, સ્વર્ગ તો આ જગતમાં રહીએ ત્યાં સુધી મરજી મુજબ ખાઈ પીને શ્રી સેવનાદિકથી આનંદ ભોગવો તેજ છે અને દુઃખ વિઠવું એજ નર્ક છે; માટે જીવતાં સુધી સુખમાં રહેવું, દેવું કરીને પણ મિષ્ટાન્ન જમવાં, તથા પિતાને આનંદ થાય તેમ વર્તવું. વર્ણાશ્રમાદિ ક્રિયાઓ કાંઈ ફળ આપનારી નથી; અગ્નિહોત્ર, ગીદડ સંન્યાસ, ભસ્મ લેપન વિગેરે કદિ ક્રિયાઓ બુદ્ધિ અને પરાક્રમ વગરના લોકેએ. ઉપજીવિકા માટે ઉભા કર્યા છે ! આ લોકમાં દાન કરવાથી સ્વર્ગમાં રહેલાઓ જે તૃપ્ત થતા હોય તે મહેલની અગાસી ઉપરનાને કેમ આપી શકાતું નથી ? આ દેહમાંથી નીકળેલા જીવ જે પરાકમાં જતા હેાય તે સગાં વહાલાંના સ્નેહથી પીડાઈને તે કેમ પાછો આવતો. નથી? માટે મરેલાની ખેતક્રિયા વિગેરે કાર્યો બ્રાહ્મણેએ પેટ ભરવા માટે જ કર્યો છે, બીજુ કંઈ નથી. અશ્વનું લિંગ યજમાન પત્નિએ.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat