________________
પણ જાતિ ભેદ દષ્ટિગોચર થાય છે. કપાળમાં ચંદનને પીળો ચાંલ્લે કરે છે, આ ધર્મ માનનારાઓની સંખ્યા ૧૬ લાખ જેટલી છે અને તેમનો મેટો ભાગ વહેપારી તથા શ્રીમંત છે. આ ધર્મમાં પુસ્તક ભંડાર સારે છે. ગીરનાર, અષ્ટાપદ, પાવાપુરી, ચંપાપુરી, પાલીતાણા, આબુ અને સમેત શિખર એ તેમનાં સાત મુખ્ય તિર્થ સ્થાને છે.
આ ધર્મની બ્રાહ્મણ ધર્મ ઉપર ઘણું અસર થઈ છે. ૨૪ તિર્થકરોની પેઠે વિષ્ણુ ના ૨૪ અવતાર ઠરાવી મૂતિ પુજન વિધિ શરૂ કરવો પડ્યો, તેમના સાત તિર્થ સ્થળને પેઠે સાત પુરી તેમણે કરાવી દીધી અને તેને ટેકો આપવા માટે પુરાણે રચી તેનાં ચિત્તાકર્ષક મહાત્મા લખ્યાં. યજ્ઞમાં પશુને હોમ થતો બંધ કરવાની ફરજ પડી અને હા સ્વિકારવું પડયું. સાધુ નામધારીને દાન આપવાની પ્રણાલીકા શરૂ થઈ. સર્વ વર્ણના મનુષ્યને સાધુ થવાની છુટ થઈ. મૂર્તિ પુંજા અને ઉપવાસાદિ કષ્ટકારક વાતો જે હાલ હિંદુઓમાં જોવામાં આવે છે, તે આ ધર્મની જ અસર છે.
બદ્ધ ધર્મ વેદનું સત્ય સ્વરૂપ પલટાવી દેઈ બ્રાહ્મણોએ જે જબરી સત્તા જમાવી હતી, તેને તોડવા માટે પ્રથમ ચાર્વાકે અને પછી જૈન ધર્મવાળાઓએ ઘણા પ્રયત્ન કર્યા હતા. પરંતુ ચાર્વાક ધર્મનાં સ્વેચ્છાચારે વર્તવાને અને ઈશ્વર નથી એવાં તત્વ જનસમાજને યોગ્ય લાગ્યાં નહિ તેમ જૈન મતની તપ, ઉપવાસ, વિગેરે કાયાકષ્ટની કઠિણ નિતિ સખ્ત હેવાથી બ્રાહ્મણ ધર્મ માનનારાઓમાં ઘણુ માણસે તેમાં દાખલ
એ બધ પણ કર્યો હતે. હિંદુધર્મ વર્ણવ્યવસ્થા કલ્પકુમ નામના હિંદી પુસ્તકમાં જણાવેલું છે કે “ રત્નપ્રભસુરીએ વિ. સં. ૨૨૨ ના અરસામાં અનેક ચમત્કારે મહારાજા ઉપલદેવજીને દેખાડવાથી હજારે નીચ જાતિના લોકો જૈન ધર્મી થયા, અને તે હજારે જાતિ ઓસવાળ નામથી ઓળખાય છે. તેમનામાં છાજીયા, ચુરેલીયા, કુકરા, સીંગી, દુધેરીઆ, ધપયા વિગેરે ૮૪ ગાત્ર છે. તેનો અર્થ કરીએ તો છાજીયા એટલે સુપડાં બનાવનાર, ચુરેલીયા એટલે ચોરી કરનાર કુકરા એટલે કુતરાં પાળનાર, સીંગી એટલે શીંગડાંના વહેપારી, દુધેરીઆ એટલે દુધ વેચનારા એમ અનેક જાતિઓનું મિશ્રણ એ ઓસવાળ જાતિ છે. મતલબ કે જૈન ધર્મમાં નતિ ભેદ નથી, પરંતુ હિંદુઓના ખાખી તેમાં પણ જાતિ દિ દાખલ થયે છે !!! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com