________________
અનુયાયીઓ વધારવા પ્રયત્ન કરવા માંડશે. કેટલાએક બ્રાહ્મણે પણું તેમના ઉપદેશથી તેમના મતમાં દાખલ થયા જે ગણાધિપ અને ગણધર નામથી પ્રસિદ્ધ છે.
આ ધર્મનું મુખ્ય સુત્ર હિંસા પરમો ધર્મ છે, અને તે સંબંધમાં તેમણે બહુજ સૂક્ષ્મ વિચાર કરેલા છે. મહાવિર સ્વામિના નિર્વાણુ પછી તેમના મતના પંડિતાએ યોગ, પ્રાણાયામ, વિગેરે તત્વજ્ઞાનનાં પુસ્તકે ઉપર સારા વિચાર કર્યો છે એટલું જ નહિ પણ ન્યાય, વ્યાકરણ, કેશ અને સાહિત્યના વિષયમાં ઘણું લક્ષ આપેલું છે. | મહાવિર સ્વામિના નિર્વાણ પછી આ ધર્મમાં મતભેદ થતાં ઘણા પંથ અને સંપ્રદાય થયા છે. મહાવિર સ્વામિના પછી આઠ જુદા જુદા મતભેદ થયા તે પ્રત્યેકને નિન્દવ કહે છે. આઠમો નિન્હવ બેટિક શિવભૂતિ મહાવીર સંવત ૬૦૯ માં થયો તેણે દિગંબર મત ચલાવ્યો, તે પહેલાં બધા તાંબર હતા એવું શ્વેતાંબર કહે છે; દિગંબર પિતાને મત પ્રાચિન જણાવે છે અને મહાવિર પણ દિગબર હતા એમ બતાવે છે. ખરું જોતાં આ ભેદ મૂર્તિપૂજા ઉપરથીજ પડેલા જણાય છે. આ ધર્મવાળા તીર્થંકરને જ ઈશ્વર માને છે અને એવા ૨૪ તિર્થંકરતેમના થઈ ગયા છે. ધર્મ ઉપર લોકોની વધુ આસ્થા બેસે તે સારૂ મહાવિર સ્વામીના નિર્વાણ પછી તેમના શિષ્યોએ તેમની મૂર્તિઓ કરી તેમને પરમેશ્વર તરીકે પુજવાને પ્રચાર કર્યો હતો. આ મૂતિઓના શણગારની બાબતમાં મતભેદ થતાં તાંબર અને દિગંબર એવા બે સંપ્રદાય ઉભા થયા હતા.
શ્વેતાંબર જૈન સાધુઓ રજોહરણ રાખનાર, ભિક્ષા ઉપર વૃત્તિ ચલાવનાર, કેશને તોડી નાંખનાર, ક્ષમાશીલ અને નિસંગ છે. કમંડલું રાખે છે, અને તે કપડાં પહેરે છે. દિગબર સાધુઓ કેશ તેડી નાખે છે, હાથમાં પીંછી રાખે છે, પાત્રને ઠેકાણે હાથને કામમાં લે છે, ભીક્ષા આપનારના ઘરમાં ઉભા ઉભા ખાય છે. અને કહેવામાં આવે છે કે ખાતી વખતે પોતાનાં વલ વેગળાં મુકે છે અને વરતી વખતે ઉપરનું -વશ્વ આછું કરે છે. આ ચાર પાળવે બહુ તિવ્ર કષ્ટ ભોગવે છે, ને માને છે પણ અરિહંતને માનતા નથી. અને રંગેલાં કપડાં પહેરે છે.
વેતાંબરે સુવર્ણ રત્નાદિ અલંકારથી તિર્થંકરની મૂર્તિઓને ભાવે છે, પણ દિગંબરે કાંઈ તે પ્રમાણે કરતા નથી. શ્વેતાંબરે બાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com