________________
૭૧
દેશ આપવાનું શરૂ કરી જૈન અને બાધ ધર્મની વૃદ્ધિ થતી અટકાવવા પ્રયત્ન કર્યાં. માળવાના પ્રખ્યાત રાજા વિરવિક્રમાદિત્યે ઇ. સ. પૂ. ૫૬ માં શક લેાકાને હરાવી તેમને દીલ્લીમાંથી હાંકી કાઢયા. વિરવિક્રમાદિત્ય શિવ ધર્મ પાળતા હતા, છતાં તે ન્યાયી હાવાથી બદ્ધ અને જૈન ધર્મવાળાને કઈ નુકશાન કે ત્રાસ ન આપતાં તેણે બ્રાહ્મણ ધર્મની પુનઃ માણુ પ્રતિષ્ટા કરવા સારૂ સસ્કૃત વિદ્યાલયા સ્થાપી બ્રાહ્મણાને સંસ્કૃત શિખવાની સગવડા કરી આપી સહાય કરી; આથી બ્રાહ્મણેાને હિમ્મત આવી અને સમય સદ્બેગાના વિચાર કરી ધર્મ સ્વરૂપ રચવાના તેમણે પ્રયત્ન કર્યાં. અને વિક્રમાદિત્યને સંવત ચાલુ કરી તેમનું નામ અમર કર્યું, જે સંવત અદ્યાપિ સુધી પણ ચાલે છે.
શાક્ત સંપ્રદાય.
કાર્ય માત્ર શક્તિથી થાય છે. દરેકમાં એછા વત્તા પ્રમાણમાં શાંત રહેલી છે, અને જેટલા પ્રમાણમાં શક્તિ હાય છે તેટલા પ્રમાણમાંજ તે કાર્ય સિદ્ધી કરી શકે છે. તેથીજ સપ્ત શતીમાં ચારશક્ત્તિ:સર્વ
મૂર્તવુ...ઇત્યાદિથી શકિતની સ ૩પતા વર્ણવી છે. પ્રકાશમય જ્ઞાનરૂપ શક્તિજ તિમિરમય અજ્ઞાનરૂપ રાક્ષસેાને હણનારી છે, માટે શક્તિ સર્વથી શ્રેષ્ટ છે. કાર્યસિદ્ધિ માટે શક્તિની જરૂર છે માટે તે મેળવવા પ્રયાસ કરવા ોઇએ, આ તત્વા ધ્યાનમાં લેઈને કેટલાક યાગીઓએ બ્રહ્મચર્ય, પ્રાણાયામાદિ ક્રિયાઓ દ્વારે જ્ઞાનરૂપ શક્તિ મેળવવાના પ્રયાસ કરવા માટે એક પથ સ્થાપ્યા હતા. જેનું નામ શક્તિ સંપ્રદાય રાખેલું હતું. પાછળથી પુરાણાની પ્રવૃત્તિ થતાં તેનુ પણ રૂપાંતર થઇ ગયું ! શક્તિને અનેક અસુરોને હણનારી દેવી કટ્ટપી તેનું પણ ચમત્કાર અને અલંકારોથી ભરપુર મનેારંજક વર્ણન કરી તેની મૂર્તિપુજા અને ભક્તિજ માત્રને ચાપનારી છે એવું ઠરાવ્યું !! હાલમાં તેનાં વિવિધ સ્વરૂપ અખા, ભવાની, બહુચરા, કાલકા, તુળજા વિગેરેની મૂર્તિપુજા ચાલે છે તે ત્યારથી. આ માર્ગને દક્ષિણુ માર્ગ કહેવામાં આવે છે.
એક ખાને આમ થયું ત્યારે બીજી ખાજુએ આ દેશમાં આવી વસેલા સેમિટિક વિગેરે અનાર્યો પાતાના ધર્મને મળતા મા સપ્રદાય એઈ તેમાં દાખલ થયા. તે મૂળથીજ દેવીભક્ત હતા. માખિ
૧. પુરાણા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com