________________
૬૬
- પરમેશ્વરના અસ્તિત્વ માટે આ ધર્મ કાંઈ પણ વિચાર કરે જણાતો નથી તેથી બ્રાહ્મણ ધર્મ માનવાવાળા આ ધર્મને પણ નાસ્તિક મતમાંજ ગણે છે.
આ ધર્મમાં પણ પાછળથી પુરાણોની અસર થતાં અવતાર, મૂર્તિપુંજ, કર્મ, ધર્મ, આચાર, જપ, માળા સર્વ સારી પેઠે વધ્યાં હતાં અને કેટલાંક કુતર્ક વાકો પણ દાખલ થયાં હતાં. ઉપરાંત મતભેદ થતાં શુન્યવાદ, યોગાચાર, સત્રાંતિક અને વિભાષિક એવા ચાર પંથ પડી ગયા. અને માંસ ભક્ષણની સ્પષ્ટ મનાઈ છતાં પણ આર્યાવૃત્તની બહાર જે દેશોમાં આ ધર્મને ફેલાવો છે, ત્યાં એ ધર્મવાળા માંસ ભક્ષણ પણ કરે છે.
આવી રીતે આ ધર્મ આ દેશમાંથી નષ્ટ થયો ખરો, પણ તેની ઘણું અસરે રહી ગઈ છે. સર્વને સરખે અધિકાર અને સમાન ભાવના રાખવારૂપ આ ધર્મના ઉપદેશને લીધે પ્રાચીન વર્ણ વ્યવસ્થા અવ્યવસ્થિત થઈ ગઈ, યજ્ઞાદિ ક્રિયાઓ બંધ પડી. સાધુ માત્રને દાન આપવાની પ્રનાલિકા શરૂ થઈ અને બ્રાહ્મણ સિવાયના ક્ષત્રી, વૈશ્ય, શુદ અને સ્ત્રીઓને પણ મોક્ષને અધિકાર છે એમ સ્પષ્ટ થઈ ગયું. ધર્મ દયાનું મૂળ છે એમ કહેવાતું હતું તે બદલાઈને દયા ધર્મનું મૂળ છે એમ મનાવા લાગ્યું.
૧. વૈભાષિક મુખ્યત્વે કરીને અર્થને જ્ઞાનાન્વિત માને છે. સત્રાતિક બહિર અર્થ પ્રત્યક્ષ ગ્રાહ નથી એમ માને છે. ગાચાર બુદ્ધિ આકાર સહિત છે એમ માને છે. શુન્યવાદી સઘળું શુન્ય માને છે. ચારે પ્રકારના બાદો રાગાદિના, જ્ઞાન સંતાનના અને વાસનાના ઉછેદથી મુક્તિ માને છે.
૨. હંસા પરમોધર્મ અને રામનું મૂઠ છે એ સુત્રોને જૈન તથા બદ્ધ ઘર્મવાળાઓએ હદથી વધુ વજન આપી આર્યોના-હદયને હિનસત્વ, સભ્ય અને
મળ બનાવી દેશને પરાધિનતામાં ડુબાવ્યો; એ કેટલાએક વિનાનો મત છે. જોકે આ માન્યતા સવાશે સત્ય નથી, પણ એટલું તે ખરું છે કે આ બંને ધર્મવાળાઓએ ક્ષત્રી વર્ગને વાણિઆ બનાવ્યાથી ક્ષાત્ર તેજને થોડે ઘણે ધકકે તો લાગ્યો હશે. બાકી ભારતની અવન્નતિનું ખરું કારણ તો વર્ણાશ્રમનાં, અને તેમાં પણ વિશે બ્રહ્મચર્યાશ્રમનાં ધર્મ કર્મનો લોપ થયે તેજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com