________________
૫૮
સવૃત, નમી, નેમીનાથ, પ્રાર્થનાથ, એટલા તિર્થંકર થઈ ગયા. તે સર્વેએ પોતપોતાની શક્તિ મુજબ ઉપદેશાદિથી જૈન ધર્મને પ્રચાર કરવા પ્રયત્ન કર્યા હતા. એટલામાં જ ઈ. સ. પૂ. પાંચમા શતકમાં બોદ્ધ ધર્મ સ્થાપન થતાં આ ધર્મની વૃદ્ધિ થતી અટકી; પરંતુ થોડા જ સમય પછી જૈન ધર્મના છેલ્લા તિર્થંકર મહાવિર સ્વામિએ બાદ્ધ ધર્મના આચાર્ય સાથે વાદવિવાદ કરી તેનો પરાજ્ય કરી જૈન ધર્મની ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.
મહાવિર સ્વામિનો જન્મ ઇ. સ. પૂ. ૫૮૨ માં ક્ષત્રીકુંડ નગરીમાં ઈક્વાકુ વંશના સીદ્ધાર્થ રાજાની ત્રીશાળા નામની રાણીને પેટે થયે હતા, તેમનું પ્રથમ નામ વÉમાન હતું, અને સમવીર નગરના રાજની પુત્રી યશોદા સાથે પરણ્યા હતા. તેમને પ્રિયદર્શન નામની એક પુત્રી થયા પછી ૩૦ વરસની ઉમ્મરે પિતાના હેટા ભાઈને કુટુંબભાર સોંપી સંન્યાસ ગૃહણ કર્યો હતો. બાર વરસ તપશ્ચર્યા કરીને ૩૦ વર્ષ ધર્મોપદેશ આપવાનું કામ કર્યું હતું. તેઓ જણાવતા હતા કે “ઇંદ્રિય નાશ થવાથી તેનું ગાન નાશ થતું નથી, કર્મની સત્તા જરૂર માનવી પડશે, કારણ કે પાપ પુણ્યની ઉત્પત્તિ જોવામાં આવે છે. પાપપુણ્યાદિ કર્મફળ, પાપપુણ્યાદિ કમ ને આધાર, સ્વરૂપ જીવ, પદાર્થ એ વર્તમાન છે. પાપપુણ્યનું ફળ ભોગવવું પડે છે. પરલોક છે. સંસારની માયાજાળમાં ફસાયાથી જીવ પાપથંકમાં પડી અધોગતિ પામે છે, માટે પોતાની ઉન્નતિની આશા રાખનારાઓએ વિવેક શક્તિથી વિચાર કરીને કર્મના ફળાફળને સમજી લેઈ સતકર્મ કરવાં અને જૈન ધર્મનાં જે ધર્મત અરિહંત પ્રભુએ જણાવ્યાં છે તે પ્રમાણે ચાલવું. ષ્કારનો મંત્ર તેમણે કાયમ રાખે છે, અને તેને મળતો નવકાર મંત્ર પણ પ્રસિદ્ધ કર્યો છે. ઉપલાં ધમ તત્વ વેદધર્મને ઘણે ભાગે મળતાંજ છે,
૧ નેમીનાથ એ યાદવકુળના શ્રી કૃષ્ણચંદ્રના કાકા સમુદ્રવિજયના પુત્ર હતા એવું જૈન પુસ્તકમાં લખેલું છે. પણ પુરાણું વિગેરે બીજાં હિંદુ ધર્મના કોઈ પણ પુસ્તકમાં તેની નોંધ મળતી નથી. નેમીનાથ ઇ. સ. પૂ. ૧૧૨૦ માં હતા એવું કર્નલ ટેડને એક શિલાલેખ મળેલ તે ઉપરથી સિદ્ધ થયેલું છે, અને શ્રી કૃષ્ણચંદ્ર તે ઈ. સ. પૂ. ૩૨ મા શતકમાં હતા; તે ઉપરથી ખુલ્લું છે કે શ્રી
બણચંદ્રના તેમને ભાઈ ગણવામાં આવ્યા છે તે હિંદુલાકે જેને વિષ્ણુ અવતાર માને છે તે યાદવકુળના શ્રી કૃષ્ણચંદ્ર નહિ પણ બીજે કઈ શ્રીકૃષ્ણ હશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com