________________
જૈન ધર્મ. જૈન ધર્મના ગ્રંથે ઉપરથી એ ધર્મ ઘણે પુરાણું એટલે વેદકાળમાં સ્થાપન થયાનું જણાય છે. આ પુરૂષ મનુ ભગવાનના સ્વયંભુ વરાના પ્રિયવત કુળત્પન્ન નાભિ નામે રાજર્ષિની મરૂદેવી નામે બ્રીથી ઉત્પન્ન થયેલ ત્રાષભદેવ ( આદિનાથ ) તેમના પહેલા તિર્થંકરથી એ ધર્મની ઉત્પત્તિ તેઓ માને છે, પરંતુ આ ગ્રંથ ઉપરથી તેને કાંઈ ટેકો મળતો નથી. તે ઉપરથી એવું અનુમાન થાય છે કે જૈન ગ્રંથમાં “ જગતને કર્તા કોઈ ઈશ્વર નથી, પણ જેઓ મુક્ત થયા છે તેજ અષ્ટાદશ દૂષણ રહિત ઈશ્વર છે. ” એવું લખેલું છે, તેથી તેમની માન્યતા પ્રમાણે જેટલા અષ્ટાદશ દૂષણ રહિત તેમને માલુમ પડ્યા તેટલાઓને તિર્થંકર ગણું તેઓ જૈન ધર્મના હતા એમ ગોઠવવા તેઓએ પ્રયાસ કરેલ હોય એમ જણાય છે. કદાચ આદિનાથને જૈન ધર્મના સ્થાપક માનીએ તે, એટલું સ્વિકારવું પડશે કે વેદકાળમાં આર્યાવૃત્તના રાજાઓ તથા પ્રજા વર્ગ વિદ્વાન અને વિચારવાનું હોવાથી તેમણે છેલ્લા તિર્થંકર મહાવિર સ્વામિના સમય સુધી તો આ ધર્મનું માથું ઉચું થવા દીધું નહિ હોય; તેથી તે પ્રકાશમાં આવેલો નહિ અને ફેલાયેલો પણ નહિ. જૈન ધર્મના ગ્રંથમાંથી એવી પણ નોંધ મળી આવે છે કે મૂળદ જુદા જ હતા પણ બ્રાહ્મણોએ સ્વાર્થ સિદ્ધિ માટે નવા વેદ ઉત્પન્ન કરી હિંસા વિગેરે પશુવૃત્તિ રૂપ વિધાને ફેલાવ્યાં હતાં.
યુદ્ધિકર રાક ૧૪૪૫ ( ઈ. સ. પૂ. ૧૬૫૫ ) માં બહાર પ્રાંતના પટણા શહેરમ જન્મેલા કૅકક નામે રાજાએ ઋષભદેવની અંતનિષ્ઠતા સંપાદન ન કરતાં માત્ર તેમના બ્રાહ્યાચાર જોઈ, બ્રહ્મ કર્મને ત્યાગ કરી દીક્ષા લેઈ તે વખતે પ્રચલિત બ્રાહ્મણ ધમની યજ્ઞાદિક ક્રિયાઓ વખતે થતી હિંસા અને શ્રાદ્ધ તર્પણાદિ ઉપર ચાર્વાકની પેઠે
૧. જેનદત્તસુરીના મત પ્રમાણે-જેનામાં બળ, ભાગ, ઉપલેગદાન અને પ્રતિગ્રહ એ પાંચ અંતરાય; તથા નિંદ્રા, ભય, અશાન, જુગુપ્સા, હિંસા, રતિ, અરતિ, રાગ, દ્વેષ, અવિરતિ, સ્મર ( કામ ), શક, અને મિથ્યાત્વ એ અષ્ટાદશ દેષ નથી તે જિનદેવ અથવા ગુરૂ કહેવાય, અને તેજ તત્વજ્ઞાનના ઉપદેશક અને તિર્થંકર છે.
૨. જેની આત્મારામ પણ લખે છે કે ના ચાર વેદ જૈન ધર્મને માન્ય હતા, પરંતુ તેમાં જ્યારથી બ્રાહ્મણોએ ઘાલમેલ કીધી ત્યારથી મુકી દીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com