________________
૩૭
કહી છે. અર્થાત ખરા અંત:કરણથી સર્વ સાધનોના આપનાર પરમકૃપાળુ જગતનિયંતા પરમાત્માને વિનયપૂર્વક વિનતી કરી શુદ્ધ બુદ્ધિ માગવી તેનું નામ ભક્તિ. યુદ્ધ બુદ્ધિ માગવાનું કારણ કે બુદ્ધિ શુદ્ધ થાય તે ઈશ્વરની પવિત્ર આજ્ઞાા જે વેદરૂપે પ્રસિદ્ધ છે તે પ્રમાણે વર્તણુંક થઈ શકે અને તેથી જ આ મનુષ્ય દેહનું સાર્થક થાય. ભક્તિ શબ્દની વ્યાખ્યા અને ભક્તિ કરવાની રીત હાલમાં તો દરેક સંપ્રદાય અને મતપાએ પોતપોતાને અનુકુળ થઈ પડે તેવી બતાવી છે. જેનું વન આગળ ઉપર આવશે. અત્રે તો વેદકાળમાં ભક્તિ કેવી રીત કરતા તેને માત્ર વિચાર કરીશું.
વિદમાં ઉપાસના, પ્રાર્થના અને સ્તુતિના ઘણા મંત્રો છે, તે સઘળામાં ગાયત્રી મંત્ર મુખ્ય છે.
ॐ भूर्भुवः स्वः तत्म वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ।
વિ નર ક લ્પત છે ( યજુ. અ. ૩-૩૫ )
અર્થાત–“જે વિવિધ જગતના પ્રકાશ કરવાવાળા, અનંત બળવાન, સર્વ શકિતમાન સ્વામિ અને ન્યાયકારી છે. જે સંપૂર્ણ જગતના જીવન, સર્વને નિયમમાં રાખવાવાળા, સચિદાનન્દ સ્વરૂપ છે. તેને અમે હૃદયમાં ધારણ કરી ધ્યાન કરીએ છીએ કે તે પરમાત્મા અમારી બુદ્ધિને સદા ઉત્તમ કર્મોમાં પ્રેરે.”
આવી મતલબના તમામ સ્તુતિના મંત્રી છે. કપિલદેવજીએ ભક્તિના સ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે “વિષયોનું ગ્રહણ થવા ઉપરથી જ જેઓના અસ્તિત્વનું અનુમાન થાય છે એવી ઇંદ્રિયે વેદમાં કહ્યા પ્રમાણે ચાલે અને તેઓની વૃત્તિઓનું રહેવું ભગવાનમાં જ થાય તે જ નિર્વિકાર મનવાળાની નિષ્કામ અને સ્વભાવિક ભગવદ્ભક્તિ છે, તે મુકિત કરતાં પણ શ્રેષ્ટ છે કે જે ભકિત અગ્નિ જેમ ખાધેલા અન્નનો ક્ષય કરી નાંખે છે તેમ લિંગ શરીર (વાસના) ને ક્ષય કરે છે.”
ગીતાજીના ભક્તિયોગ નામના બારમા અધ્યાયમાં કમ છે કે જેઓ અવિનાશી, અવનિય, અવ્યક્ત, સર્વવ્યાપી, અવિન્ય, અવિકારી, અચળ અને નિત્ય એવા પરમકૃપાળુ પરમાત્માને ભજે છે તથા
૧. જુઓ શ્રીમદ્ ભાગવતપુરાણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com