________________
3
ઇંદ્રિય સમુહનો નિગ્રહ કરી સર્વત્ર સમાન બુદ્ધિ રાખીને જ એ સર્વને કિતમાં રાજી થાય છે. જે કોઈ પણ પ્રાણી સાથે ઢષ રાખતા નથી, જે સર્વ સાથે મિત્રતા અને કરૂણ રાખે છે, જેણે મન જીત્યું છે. જેનાથી કઈ પગુ પ્રાણુને ઉગ થતો નથી, જેને કેઈપણ ચીજની ઈચ્છા નથી; જે પવિત્ર. કર્તવ્ય કર્મ ( વર્ણાશ્રમ ધર્મ ) ને ત્વરાથી કરનારે છે, જે શત્રુ તથા મિત્ર તરફ, માન તથા અપમાનમાં, ટાઢ તથા તડકામાં અને સુખ તથા દુઃખમાં સમાન છે. જે નિંદા તથા સ્તુતિને સમાન ગણે છે, જે શાંત અને સંતોષી છે, તે ભકત કહેવાય.
આ ઉપરથી એવું સિદ્ધ થાય છે કે ભકિત કરનારમાં ઉપરોકત સદ્ગુણે હાવા જોઈએ. એ સગુણે જ્ઞાન મેળવ્યા સિવાય આવતા નથી. માટેજ કે ગળામાં ભકિતનાં સાધન તરીકે વિદાદિ શાસે સાંભળવા (શ્રવણ), તથા મનન કરવાનું કહ્યું છે, એ ઉપરાંત યમનિયમાદિ સાધન સાધવાનું કહ્યું છે. સારાંશ કે આપણને બુદ્ધિ વગેરે સર્વ સાધન આપનાર પરમકૃપાળુ પરમાત્માના પ્રીતિપૂર્વક ખરા અંતઃકરણથી ગાવિંદ ગાવા અને તેમની કરૂણ માગી વિદાઝા પ્રમાણે વર્તવું તેને જ ભાકેત ગણુતા હતા.
જ્ઞાન,
પરમાણુથી લેઈ જીવ, પ્રકૃતિ અને ઈશ્વર પર્યત સર્વ પદાર્થોદિના. યથાયોગ્ય ગુણ, કર્મ-સ્વરૂપ, સ્વભાવ વિગેરે જે જેવા છે. તેવા જાણવા તિનું નામ જ્ઞાન. જે જેવું છે તેને તેવું જણ્યા સિવાય તે સંબંધી યથા યોગ્ય ક્રિયા કે કાર્ય થઈ શકતું નથી. ખરું જ્ઞાન થયા સિવાય યથા૨.ગ્ય કર્મ ક ભકિત પણ થઈ શકે નહિ, માટે જ કર્મ અને ભકિત કરતાં જ્ઞાન શ્રેટ ગણવામાં આવે છે. શુદ્ધ કર્મ અથવા ભકિત કે અન્ય
૧. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણું, ધ્યાન અને સમાધિ એ આઠ ચમનિયમાદિ સાધન છે. અહિંસા, સત્ય અચાય. બ્રહ્મચર્ય અને અપ્રતિગ્રહ એ પંચપ્રકારના ચમ; શાચ, સંતાપ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એ પંચ નિયમ; સ્થિર અને સુખે કરીને જેમાં લાંબા સમય બેસી રહેવાય (એવા પદ્માસન વિગેરે) તે આસન; પ્રાણાયામ સંબંધી આગળ આવી. ગયું છે; ઇક્રિયાને વિષયમાંથી પાછી વાળવી તેનું નામ પ્રત્યાહાર. શ્વરમાં મનને સ્થિર કરવું તે ધારણ અને તેનામાં અંતઃકરણને રોકવું તેનું નામ સ્થાન છે, પરમાત્મામાં તદાકાર થયેલી ચિતવૃત્તિની અવસ્થાનું નામ સમાધિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com