________________
કર
ગયા. તેઓને અત્રેથી જે ધર્મજ્ઞાન મળતું હતું તે બંધ પડી જવાથી તેમણે સમય સંજોગોને વિચાર કરી તે દેશના હવાપાણી, અને નિતિરૂઢિને લાયક ધર્મસ્વરૂપની રચના કરી ઈલાયદે ધર્મ પાળવા લાગ્યા. અને સમય જતાં ત્યાંના લોકો સાથે ભળી ગયા.
આવી રીતે અશાંતિના પ્રભાવે અને શિક્ષણના અભાવે લોકોમાં લાભ. માહ, દેવ અને અભિમાન વિગેરે દુર્ગોએ વાસ કર્યો. સર્વની સ્વાર્થ તરફ દષ્ટિ દેડી અને પ્રાચીન રિવાજ મુજબ વિદ્યાજ્ઞા પ્રમાણેના ધર્મ કર્મને ધકે લાગ્યો ! વર્ણવ્યવસ્થા તટી, ગુગુકર્મ સ્વભાવ પ્રમાણે જાત મનાતી તે બંધ થઈ; અને જન્મ પર માનવાને રિવાજ શરૂ થતાં કાયમની ચાર વર્ણ બંધાઈ ગઈ !! લોકોની અજ્ઞાનતાને લાભ લેઈ બ્રાહ્મણોએ વંદના કર્મકાંડને લોકોને જુદી જ રીતે અર્થ સમજાવવા માંડયો. કર્મ તે ક્રિયા માત્રને બદલે સંસ્કાર વખતે, શુભ અશુભ પ્રસંગે, અને યજ્ઞ યજ્ઞાદિ ક્રિયા કરાવવામાં આવે તેને જ ગણાવા લાગ્યા. બ્રાહ્મ
એ પણ “વૃદ્ધ વારા કનાન” “વનામ ત્રાળ મુઃ” આવા આવા છુટક અર્ધપાદ શ્લોક ફેલાવી આર્યોમાં પોતે સર્વથી શ્રેટ હોવાનો પ્રયત્ન કર્યો.
ब्राह्मगोस्य मुख मासीद् बाहूं राजन्यः कृतः। ऊरू तदस्य य द्वैश्यः पद्भ्यां शुद्रो अजायत ।।
( યજુ. અ. ૩૧ મં. ૧૧) ઉક્ત શ્લોક આખી આર્યપ્રજાનું એક શરીર ગણુને તેમાં સહુથી છે અને વિદ્વાન હોવાથી બ્રાહ્મણને મુખની, બળવાન હોવાથી ક્ષત્રીને હાથની, સર્વનું પોષણ કરનાર હોવાથી વૈશ્યને ઉદરની અને સર્વની સેવા કરનાર હોવાથી શુદ્રને પગની ઉપમા આપી છે. આ તેનો સત્યાર્થ છોડી દેઈ બ્રાહ્મણે એ પિતાની સ્વાર્થ સિદ્ધિ સારૂ મારી મચડીને “બ્રાહ્મણે પરમાત્માના મુખમાંથી, ક્ષત્રીઓ બાહુમાંથી, વૈશ્ય ઉદરમાંથી અને શુદ્રો પગમાંથી થયા, માટે બ્રાહ્મણે એ પરમાત્માનું મુખ છે !” આવો અર્થ ફેલાવ્યા. તેવી જ રીતે નિત્યકર્મને પિતૃયજ્ઞ જે હયાન માબાપ, ગુરૂ, વિગેરે વડીલોની આજ્ઞા પાળી તેમને જરૂરિઆત ચીજો જેવી કે અન્ન વસ્ત્રાદિક શ્રદ્ધાપૂર્વક અર્પિ તેમને તૃપ્ત કરવા તેને શ્રા તથા તળ ગણવામાં આવતા તેને બદલે મૃતપિતૃ વિગેરેનું શ્રાદ્ધ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com