________________
૩૧
ઉમરે લગ્ન થતાં હોવાથી ) તેઓ પરસ્પર યોગ્યતા જોતાં હતાં. યોગ્યતામાં મુખ્ય કરીને વિઘા, વય, વિનય, વિવેક અને નિરોગીપણું અવશ્ય તપાસી યોગ્ય લાગતાં લગ્ન સંબધથી જોડાતાં હતાં.
સાબ-વિઘાભ્યાસ કરી આવ્યા બાદ યોગ્ય કન્યા સાથે લગ્ન કર્યા પછી સી સહ સતપુરૂષાર્થમાં પ્રવર્તી એટલે ગૃહસ્થમાં ગણાતા.
ગૃહસ્થ સર્વ પ્રકારથી ગ્રીનું અવશ્ય પાલન કરવું, કેમકે તેના સંસારના સુખનો આધાર સ્ત્રી છે. નિર્વાહ માટે સદા ઉઘોગમાં તત્પર રહેવાને કાર્ય કરવામાં જે શ્રમ થાય તે ઘરમાં આવતાં જ સ્ત્રીના પ્રેમમય આશ્વાસનથી ટળી જાય છે. જેના ઘરમાં સ્ત્રી છે તેને ઘર સંબંધી કાંઇ ચિંતા રહેતી નથી. વળી તે કેમળ અને મૃદુ સ્વભાવની હોવાથી તેની રક્ષા કરવી યોગ્ય છે. એ ઉપરાંત બાળકને વિદ્યાભ્યાસ કરાવે, ન્યાય નિનિયુક્ત ધંધા રોજગારાદિથી ટોપાર્જન કરવું, કુટુંબની રક્ષા અને પોષણ કરવું. માતા પિતા, ગુરુ, અતિથિ, વિદ્વાન વિગેરે આમ મંડળની સેવા કરવી તેમને મદદ કરવી, સગાં સ્નેહીમાં પ્રેમપૂર્વક વર્તી તેમને સહાય કરવી તથા વર્ણાશ્રમને અનુસરી ધર્મ કાર્ય કરવા વિગેરે તેનાં મુખ્ય કર્તવ્યો મનુસ્મૃતિમાં વિસ્તારથી વર્ણવેલાં છે. તેમજ સીએ પતિ સેવા કરવી, બાળકોની રક્ષા તથા સંભાળ કરવી, તેમને વિદ્યાભ્યાસ કરાવવો, ગૃહકાર્ય સંભાળવું, પતિની આરા પ્રમાણે ચાલી તેમના કાર્યમાં સહાયભૂત થવું, મર્યાદાથી વર્તવું અને પતિનેજ દેવ, ગુરૂ માની પ્રસન્ન રાખવા પ્રયત્ન કરે એ તેનાં મુખ્ય કર્તવ્ય ગણાતાં. ગૃહસ્થાશ્રમીને ગૃહસ્થ થયા બાદ ૩ સંસ્કાર
કરવાને પ્રસંગ આવે છે. ૯) ગર્ભાધાન-પત્નિની સોળ વર્ષની ઉમ્મર થયા બાદ જ્યારે તેને રને દર્શન થાય, ત્યાર પછી, રને દર્શનના ચાર દિવસ તજના અને તે પછી પણ સાનિધ કરેલી પુર્ણિમા, અમાવાસ્યા વિગેરે પણ તિથીએ નજના. એ સિવાયના કઈ દિવસે ( સોળ દિવસની અંદર ) પોતાના ગૃહય સુત્રોક્ત પ્રમાણે હેમાદિ વિધિ કર્યા બાદ રાત્રીના સમયે ગર્ભાધાન–સંયોગ કરતા. આને ગર્ભાધાન સંસ્કાર કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com