________________
લાગુ પડે છે, તે ઉપસ્થી મનુષ્યનું આયુષ્ય ૧૦૦ વર્ષનું નિર્મા થયેલું લાગે છે. આ આયુષ્ય સંપૂર્ણ ભાગવાય તે સારૂ પ્રાચીન આર્યો તેને ચોથો ભાગ એટલે ૨૫ વર્ષ સુધી પ્રાચર્ય પાળતા હતા. સારી રીતે સંભાળ રાખી બ્રહ્મચર્ય પળાવેલ પશુ અંગે દઢ થવાથી તે પોતાનું આયુષ્ય કાંઇ વિશ્વ ન આવે તો સંપૂર્ણ બેગવી શકે છે, તેમજ પહેલી અવસ્થામાં સારી રીતે સાચવી બ્રહ્મચર્ય પાળેલ મનુષ્ય પણ અગે દઢ થવાથી કાંઈ વિશ્વ ન આવે તા ૧૦૦ વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભોગવવા ભાગ્યશાળી થાય એમાં સંદેહ નથી. વળી પુરૂષમાં પુરૂષત્વ ર૫ મે વર્ષે અને સીમાં ચીત્વ ૧૬ મે વર્ષે આવે છે. માટે ત્યાં સુધી તેને બ્રહ્મચર્ય પળાવવું જ જોઈએ કે જેથી તેમનામાં બળ બુદ્ધિ ટકી રહે. આ નિથમ ધ્યાનમાં લઈને તેમની તેટલી ઉમ્મર થતા સુધી વિદ્યાભ્યાસ
કરવા સારૂ ગુરૂ રાખતા હતા. () સમાવતન–બ્રહ્મચર્યાદિ ચાર નિત્યવ્રત પાળી પરીક્ષા આપી વર્ણનો
અધિકાર પામી ગુરની રજા લઈ ઘેર આવતાં આ સંસ્કાર કરાવતા. આ સંસ્કાર થયા પછી બ્રહ્મચર્યાશ્રમની સમાપ્તિ ગણુતા
અને ઈચ્છા હોય તે વિવાહ વિગેરે કરી ગૃહસ્થાશ્રમમાં જોડાતા. (4) વિવાહ-યુવાવસ્થા પ્રાપ્ત થતાં ચી પુરૂષોએ લગ્ન કરવાની જરૂર
છે. કારણ કે એ અવસ્થામાં સ્વભાવથીજ ઇંદ્રિયો એટલી તો બળવાન થાય છે કે કાઈથી પણ તે નિયમમાં રાખી શકાતી નથી; જેથી બ્રહ્મચર્ય પાળવું ઘણું કઠિણ થઈ પડે છે. કામને વેગ સ્થાવર જંગમાત્મક સર્વ પ્રાણીઓમાં યુવાવસ્થા પ્રાપ્ત થતાં સ્વભાવથીજ ઉત્પન્ન થાય છે. તેવા સમયમાં લોહ તથા ચુંબકની પેઠે તે તે જાતિનાં નરનારી કાંઈ વિલક્ષણ આકર્ષણ શક્તિના બળથી પરસ્પર ખેંચાય છે, સૃષ્ટિની ઉત્પત્તિ આકર્ષણ શક્તિથી જ થયેલી છે ને તેની સ્થિતિ પણ એજ શક્તિથી રહી છે. સર્વ પદાર્થ જ શક્તિના રોગથી પોતપોતાના ગુણને ધારણ કરી રહ્યા છે. જડની પેઠે જંગમ પાણિયાની ક્રિયા પણ એજ શક્તિથી થાય છે. નર તથા નારી જાતિનો સંયોગ, ગભરાયે ગર્ભ ધારણ કરવું, ગર્ભ પોતાને યોગ્ય પોષણ મેળવી વાહ પામવું, જન્મ
૧. જુઓ સુશ્રુત ગ્રંથના સુત્ર સ્થાનને ૩૫ મે અધ્યાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com